યુવતીના ગુપ્તાંગમાં મરચું પાઉડર ભરવામાં આવ્યાની ફરિયાદ…

અમદાવાદ ના વાડજ વિસ્તારમાં પતિને જેની સાથે પ્રેમસંબંધ હતા તે યુવતીનું અપહરણ કરી પત્નીએ તેની બે સ્ત્રીમિત્ર સાથે મળી માર માર્યો હતો. ફિલ્મી ક્રૂરતા પણ વટાવે તે રીતે યુવતીના ગુપ્તાંગમાં મરચું પાઉડર ભરવામાં આવ્યાની ફરિયાદ નોંધાવાઈ છે. વાડજમાં રહેતી 22 વર્ષની યુવતી મનિષા અગાઉ નોકરી કરતી હતી તે દુકાનના માલિક સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. નોકરી છોડ્યા પછી પણ દુકાનના માલિક સાથે વોટ્સ-એપ કોલથી વાત થતી હતી. પણ, દુકાનના માલિકના પત્નીને જાણ થઈ જતાં મનિષાએ એક મહિના પહેલાં નંબર ‘બ્લોક’ કરી દીધો હતો. ૩૦ જાન્યુઆરી એ યુવતી પ્રગતિનગર BRTSથી ચાલીને સોરાબજી કમ્પાઉન્ડમાં પોતાના ઘરે ચાલીને જતી હતી. આ સમયે દુકાનના માલિકની પત્ની અને તેની ફ્રેન્ડ આવી હતી. બન્નેએ મનિષાનું એક્ટિવા ઉપર અપહરણ કર્યું હતું. એક્ટિવા પર એક મહિલાના ઘરે લઈ જઈ ઘરમાં પૂરી દઈને મનિષાને લાફા, ગડદા-પાટુનો માર માર્યો હતો.
કપૂરીબહેન નામની મહિલાએ ઈસકા કપડા નિકાલ કે ઉસમે મિર્ચી ભર દો તો ઈસ કો માલૂમ હો.. આવી વાત કરતાં દુકાનના માલિક ની પત્ની અને તેની બહેને મનિષાના કપડાં કાઢી નાંખ્યા હતા. ગુપ્ત ભાગમાં લાલ મરચું નાંખતાં મનિષા બૂમાબૂમ કરતી રહી હતી અને ત્રણ મહિલાઓએ બિભત્સ ફોટા પાડ્યા હતા. બાદમાં ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી. આ પછી પત્નીએ તેના પતિને ફોન કરી બોલાવ્યો હતો. એ પહેલાં યુવતી પાસે એવી વાત બોલાવી હતી કે, ‘મેં 50 લાખ રૂપિયાના કપડાં ખરીદ્યા છે.’ આ પછી એસિડ ફેંકી દેવાની ધમકી અપાઈ હતી. દુકાનના માલિક આવતાં મનિષા પોતાના ઘરે જઈ કપડાં બદલતી હતી ત્યારે દુકાનના માલિકની પત્ની અને બહેનપણીએ આવી મોબાઈલ ફોનથી વીડિયો ઉતાર્યાની ફરિયાદ નોંધાવી છે. વાડજ પી.આઈ. જે. એ. રાઠવાએ જણાવ્યું કે, ‘પતિ, પત્ની અને વોહ જેવા કિસ્સામાં ઊંડી તપાસ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
અલ્પેશ રાઠોડ (અમદાવાદ)