અમદાવાદમાં અસ્થિર મહિલા સાથે ઝાડીમાં નગ્ન હાલતમાં શખ્સને લોકોએ ઝડપ્યો…!!

અમદાવાદ શહેરનાં નિરમા યુનિવર્સિટી પાસે મિત્રો રોડ પરથી પસાર થતા હતા. તે દરમિયાન આસપાસની ઝાડીઓમાંથી વિચિત્ર અવાજ આવતા ટોર્ચ વડે તપાસ કરી હતી. ત્યાં જતા યુવક નગ્ન હાલતમાં એક યુવતી પર ઉંધો પડેલો જોવા મળ્યો હતો. જેથી ત્યાં જઇને લોકોએ જોયું તો યુવતી પણ નગ્ન હાલતમાં હતી અને તેને લોહી નીકળતું હતું. જેથી આ લોકોએ તે સખ્સન પકડી પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી કોઇ મહિલા પર બળાત્કાર થયો હોવાનો મેસેજ કરતા પોલીસ ત્યાં પહોંચી હતી. પોલીસે માનસિક અસ્વસ્થ યુવતીને કપડાં ઓઢાડીને તેને સારવાર અર્થે ખસેડી હતી અને બાદમાં આ શખ્સની પોલીસે ધરપકડ કરી હતી. મહત્વનું છે કે આ કેસમાં યુવતીને ઝાડીમાં લઇ જઇ હથિયારથી માર માર્યો હોવાની પોલીસને શંકા છે.
નિરમા યુનિ. પાસે આવેલા તિરૂપતિ આકૃતિ ગ્રીન પાસે થી જીગ્નેશભાઇ અને તેમના મિત્રો રોડ પરથી પસાર થતા હતા. તેઓ તેમના મિત્રો સાથે ત્યાંથી પસાર થતા હતા ત્યારે આસપાસની ઝાડીઓમાં કાંઇક અજુગતુ થતું હોવાની તેઓને શંકા ગઇ હતી. જેથી ટોર્ચ લઇને જોયું તો ત્યાં જમીન પર નગ્ન હાલતમાં એક સ્ત્રી પડી હતી અને તે લોહીલુહાણ હાલતમાં હતી. આ પૂરૂષ પણ નગ્ન હાલતમાં હતો. જેથી લોકોએ આ શખસને ઝડપી પાડી પોલીસને જાણ કરી હતી. પોલીસે ત્યાં જઇને તપાસ કરી તો આ સ્ત્રીને પહેલા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. જ્યાં તેની પૂછપરછ કરી પણ તે કાંઇ બોલી શક્તી ન હતી અને માનસિક અસ્થિર જેવી જણાતા પોલીસે ડોક્ટરને જાણ કરીને તેની પર બળાત્કાર થયો છે કે કેમ તેનો રિપોર્ટ આપવા જણાવ્યું હતું. બીજીતરફ, પોલીસે સ્થળ પરથી લોકોએ પકડીને આપેલા 30 વર્ષીય રાજકુમાર મંડલ (મુળ-પશ્ચિમ બંગાળ) ને ઝડપી પાડી તેની સામે આઇપીસી 307 અને 354 બી મુજબ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.
અલ્પેશ રાઠોડ (અમદાવાદ)