ખંભાત : મિતલી પ્રાથમિક શાળાને બે કોમ્પ્યુટર ભેટ

ખંભાત તાલુકાની મિતલી પ્રાથમિક શાળાને મિતલી ગામના વતની અને આજ શાળામાં અભ્યાસ કરી ચુકેલ એવા ગામના અગ્રણી દાતા અને હાલ અમદાવાદ રહેતા અતુલભાઈ જીવણભાઇ પડીયાએ પ્રાથમિક શાળાને લીનોવો કંપનીના બે કોમ્પ્યુટર ભેટ આપેલ છે. શાળા પરિવાર અને ગ્રામજનો તેમજ એસ.એમ.સી કમિટી તેમનો ખૂબ ખૂબ આભાર માની તા.31.1 2020ના રોજ તેમનું સન્માન કરેલ છે.અતુલભાઈ અને તેમનો પરિવાર ખૂબ સારા બિઝનેસ સાથે સંકળાયેલ છે.ભવિષ્યમાં પણ કોઈ જરૂરિયાત હોય તો જણાવવા કહેલ છે.સદર દાતાએ શાળા પ્રત્યેનું ઋણ અદા કરી એક ઉમદા કાર્ય કરેલ છે.