રાજકોટ કલેકટરનું કૌભાંડ : પ્રજાસત્તાક પર્વની ઉજવણીના પ્રચાર અર્થે બેફામ રુપયા વેર્યા….

રાજકોટ કલેકટરની સહીવાળા અપાયા ચેક 50-50 હજાર રૂપિયાનાં 8 પત્રકારોને અપાયા ચેક સ્થાનિક અખબારમાં અહેવાલ થયો પ્રસારિત એકબાજુ ગુજરાતના સીએમ વિજય રૂપાણી ભ્રષ્ટાચારને ડામવા માટે સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કરે છે. પરંતુ ગુજરાતમાં એટલી હદે ભ્રષ્ટાચાર વકરી ચૂક્યો છે તેની એક વરવી વાસ્તવિકતાનો ચોંકાવનારો ઘટસ્ફોટ રાજકોટમાં થયો છે. CM ના પોતાના જ હોમટાઉન રાજકોટનાં કલેક્ટર રેમ્યા મોહને પ્રજાસત્તાક પર્વની ઉજવણીનાં ન્યુઝ કવરેજ માટે રાજકોટનાં 8 જેટલાં પત્રકારોને 50 હજાર રૂપિયાનાં ચેક આપ્યા હતા. આ ચોંકાવનારા ખુલાસા બાદ કોંગ્રેસે તંત્ર પર આકરાં પ્રહાર કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે આ વર્ષે રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી મુખ્યમંત્રી દ્વારા તેમના જ હોમ ટાઉન રાજકોટમાં દબદબાભેર કરવામાં આવી હતી. અને હવે અહીજ રાજકોટ કલેકટર દ્વારા પત્રકારોને 50 હજારનો ચેકનું વિતરણ કરતા સ્થાનીય રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી રાજકોટમાં થઈ હતી. મીડિયામાં આ કાર્યક્રમના સારા પ્રચાર માટે 8 સ્થાનિક પત્રકારોને 50-50 હજારના કલેક્ટરની સહી વાળા ચેક અપાયા હોવા છતાં કલેક્ટર એવો દાવો કરી રહ્યા છે કે બધુ નિયમાનુસાર થયું છે.
રીપોર્ટ : મનોજ રાવલ (ધનસુરા)