રાજકોટ : વાવડી ગામની સિમમાંથી દારૂની ભઠ્ઠી તથા મીની ફેક્ટરી પકડી પાડતી તાલુકા પોલીસ

રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર જે. વી. ધોળા તથા જી. એસ. ગઢવી તથા સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગ દરમિયાન પોલીસ ઈન્સપેક્ટર જી.એસ.ગઢવીને મળેલી હકીકત બાતમીના આધારે પુનીતનગર પાણીના ટાંકા પાસે રહેતો અગાઉ પણ દેશી દારૂમાં પકડાયેલ ઇસમ વાવડી ગામની સિમમાં સરકારી ખરાબાની ખુલ્લી જગ્યામાં ગેરકાયદેસર દારૂ બનાવવાની ભઠ્ઠી ચલાવે છે. જેથી તુરંત ઘટનાસ્થળે પહોંચી. દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચાલુ હોય. અને તેની બાજુમાં ઉભેલા એક ઈસમને પકડી પાડેલ છે.
આરોપી
મુનાભાઈ વેરશીભાઈ સોલંકી. દેવીપુજક ઉ.૩૦ રહે. ૧૫૦ ફૂટ રિંગ રોડ પુનીતનગર ટાંકા પાસે ઝુંપડામાં રાજકોટ.
કામગીરી કરનાર અધીકારીઓ
પોલીસ ઈન્સપેક્ટર જે.વી.ધોળા તથા જી.એસ.ગઢવી તથા રમેશભાઈ ચૌહાણ તથા જૈમીનભાઈ પીપળવા તથા મહાવિરસિંહ ગોહિલ તથા રૂપેશભાઈ પટેલ તથા હિતેશભાઈ મુછડીયા.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)