અંકલેશ્વર ડેનો ફાર્મા કંપનીમાં આગ, ધુમાડાના ગોટેગોટા, ફાયરબ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો.

અંકલેશ્વર ડેનો ફાર્મા કંપનીમાં આગ, ધુમાડાના ગોટેગોટા, ફાયરબ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો.
Spread the love

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલા ડેનો ફાર્મા કંપનીમાં આજે સવારે ભીષણ આગ લાગી હતી. જેને પગલે કંપનીના કર્મચારીઓમાંદોડધામ મચી ગઇ હતી. ઘટનાની જાણ થતાં 6 ફાયર ફાઇટર ઘટના સ્થળે દોડી ગયા હતા.અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.

સ્ટેટીક ચાર્જના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલા ડેનો ફાર્મા કંપની બલ્ક ડ્રગ્સ અને ઇન્ટરમીડીએટસનું પ્રોડક્શન કરે છે. અને સ્ટેટીક ચાર્જના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ છે. આગની ઘટનામાં કોઈ જાનહાની થઇ નથી.

Admin

Admin

9909969099
Right Click Disabled!