ઈનોવા કારનો ફિલ્મી ઢબે પીછો કરી ઇગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી રાજકોટ પોલીસ

રાજકોટ તાલુકા પોલીસ પેટ્રોલીંગ દરમિયાન પોલીસ ઈન્સપેક્ટર વિરેન્દ્રસિંહ તથા ભગીરથસિંહનાઓને ખાનગીરાહે મળેલી હકીકત બાતમીના આધારે સત્ય સાંઈ રોડ ઉપર એક ઈનોવા કાર નં. GJ.06.HD 1084 વાળી કાર લઈને ઇગ્લીશ દારૂ સાથે ઈસમો નિકળવાના હોય અને કાલાવડ રોડ તરફ જવાના છે. વોચ ગોઠવી હતી. તે દરમિયાન ઈનોવા કાર નિકળતા તેને રોકવા જતા પુરપાટ નાશી ગયેલ તેનો પીછો કરતા કિસટલ મોલ વન વે પર પીછો કરી કાર રોકેલ. જેમાંથી બે ઇસમો માંથી એક ઈસમ ભાગી ગયેલ હોય. અને એક ઈસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આરોપી
દિલીપ જીલુભાઈ જેબલીયા. જાતે. કાઠી દરબાર ઉ.૩૨ રહે. નાગડકા જી.સુરેન્દ્રનગર.
મુદામાલ
ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની બોટલો કુલ.૨૮૦ કિ.૩૮.૫૦૦ તથા ઈનોવા કાર કિ.૩.૦૦.૦૦૦નો મુદામાલ કબજે કરેલ છે.
કામગીરી કરનાર અધીકારીઓ
પોલીસ ઈન્સપેક્ટર જે. વી. ધોળા તથા જી. એસ. ગઢવી તથા હષેદસિંહ ચુડાસમા તથા કલપેશભાઈ કુવાડીયા તથા વિરેન્દ્રસિંહ જાડેજા તથા ભગીરથસિંહ ઝાલા તથા ચંદ્રાજસિંહ રાણા તથા રાજવીરસિંહ જાડેજા તથા અરજણભાઈ આડેદરા તથા દિવ્યરાજસિંહ ઝાલા.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)