પાટણ શહેરમાં દિનપ્રતિદિન ગાયોનો વધતો ત્રાસ

- પાટણ નગરપાલિકા ત્રાસને ક્યારે દૂર કરશે ?
અયોધ્યાનગર નાં ગેટ ની બાજુમાં આવેલ કેનાલ રોડ પરથી ચાલતા ચાલતા શાક માર્કેટમાં શાકભાજી લેવા નીકળેલ મહિલા ફાલ્ગુનીબેન પ્રજાપતિ ને ગાયો દ્વારા હડફેટે લઈ પછાડી લોહી લુહાણ કરેલ ત્યાંના સ્થાનિક લોકો દ્વારા આવી તાત્કાલિક ધોરણે જનતા હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. તેઓને પાટણ જનતા હોસ્પિટલ ના ડોકટર દ્વારા માથામાં ગંભીર ઈજાઓ થતાં ત્રણ ટાકા લઈ સીટી સ્કેન કરાવવામાં આવ્યું હતું. આ બનાવ વખતે ગાયો નાં રખેવાળ હાજર હોવા છતા જોઈ રહ્યા હતા. ઘટના દરમિયાન ફાલ્ગુનીબેન પ્રજાપતિ પાસે મોબાઈલ અને પાકીટ પડી ગયેલ છે. આવી ગટનાઓ વારંવાર બનતી રહે છે તેમ છતાં પાટણ નગરપાલિકા જાહેર જનતા નાં હિતાર્થે માત્ર વાતો જ કરે છે પરંતુ ચોક્કસ નક્કર કાર્યવાહી કરતું જોવા મળતું નથી.