રાજકોટ મારામારીમાં છરી મારવાના ગુનાના આરોપીઓને પકડી પાડતી માલવીયાનગર પોલીસ

રાજકોટ મારામારીમાં છરી મારવાના ગુનાના આરોપીઓને પકડી પાડતી માલવીયાનગર પોલીસ
Spread the love

શ્રીનાથજી સોસાયટી શેરી-૩ પાસેથી છરી મારવાનો બનાવ બનેલ હોય. જેમાં ઈજા પામનાર રાહુલ અગાઉ મેરામભાઈ બસીયાની દિકરી સાથે લગ્ન કરેલ હોય. જે બાબતનો ખાર રાખી. ગઈકાલે સાંજે ઈસમોએ તલવાર, છરી, ધોકા જેવા હથિયારો સાથે મારામારી છરી વડે રાહુલ પર પેટના ભાગે તથા થાપાના ભાગે તથા કમરના ભાગે ગંભીર ઇજા કરી. જાનથી મારી નાખવાની કોશિશ કરી હોય. જે અંગે ફરિયાદી પુનમબેનની ફરીયાદ નોંધી. કાયદાકીય ગુનો નોંધી તપાસ હાથ ધરેલ છે. I.P.C. કલમ ૩૦૭, ૩૨૪, ૩૨૫, ૩૨૩, ૧૧૪, ૧૩૫ મુજબનો ગુનો દાખલ કરી ચાર ઈસમોની ધરપકડ કરેલ છે.

આરોપી

  1. મેરામભાઈ માંડણભાઈ બસીયા. ઉ. ૪૦, રહે. શ્રીનાથજી સોસાયટી શેરી-૨ મવડી રોડ, રાજકોટ.
  2. અરવિંદભાઈ માંડણભાઈ બસીયા. ઉ. ૪૫, રહે. શ્રીનાથજી સોસાયટી, રાજકોટ.
  3. મનીષ રામભાઈ પરમાર ઉ. ૪૧, રહે. ઉદયનગર શેરી-૧૦ રાજકોટ.
  4. દેવેન્દ્રસિંહ રામદેવસિંહ ઝાલા. ઉ. ૩૪, મવડી કવાર્ટર, રાજકોટ.

કામગીરી કરનાર અધીકારીઓ

પોલીસ ઈન્સપેક્ટર એન.એન.યુડાસમા તથા જે.એસ.ચંપાવત તથા પરેશભાઇ જારીયા તથા અરૂણભાઈ બાંભણીયા તથા મસરીભાઇ ભેટારીયા તથા ભાવેશભાઇ ગઢવી તથા હરપાલસિંહ જાડેજા.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!