રાજપીપલામાં સરદાર ટાઉનહોલ ખાતે ગુજરાત પોષણ અભિયાન અંતર્ગત નગરપાલિકાનો કાર્યક્રમ

રાજપીપલામાં સરદાર ટાઉનહોલ ખાતે ગુજરાત પોષણ અભિયાન અંતર્ગત નગરપાલિકાનો કાર્યક્રમ
Spread the love
  • ચાર જેટલા બાળકો નું અન્નપ્રાશન પણ કરાવ્યું.

માતૃશક્તિ, પૂર્ણ શક્તિ અને બાળ શક્તિ અંતર્ગત બે માતાઓ અને પૌષ્ટિક આહારની વાનગીઓની સામગ્રી ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે એનાયત કરવામાં આવી.
દત્તક લેનાર પાંચ જેટલા પાલક વાલીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રસ્તીપત્ર એનાયત કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજય માર્ગ પરિવહન નિગમના ઉપાધ્યક્ષઅને મેનેજીંગ ડિરેકટર તેમજ નર્મદા જિલ્લાના પ્રભારી સચિવ એસ. જે. હૈદર, જિલ્લા કલેકટરશ મનોજ કોઠારી, જિલ્લા વિકાસ અધિકારી ડૉ. જીન્સી વિલીયમ,  નાયબ પોલીસ અધિક્ષક સી.એન.ચૌધરી, આંગણવાડી બહેનો વગેરેની વિશાળ ઉપસ્થિતિમાં ગુજરાત પોષણ અભિયાન અંતર્ગત ત્રીજા દિવસે રાજપીપલામાં સરદાર ટાઉન હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમને દિપ પ્રાગટય દ્વારા ખૂલ્લો મૂકાયો હતો.

આ પ્રસંગે જિલ્લા પ્રભારી સચિવ એસ. જે. હૈદર,  જિલ્લા કલેક્ટરશ મનોજ કોઠારી સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ચાર જેટલા બાળકોને અન્નપ્રાશન પણ કરાવ્યું હતું અને માતૃશક્તિ, પુર્ણા શક્તિ અને બાલશક્તિ અંતર્ગત ૨ માતાઓને પૌષ્ટિક આહારની વાનગીની સામગ્રી ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે એનાયત કરવામાં આવી હતી. તદ્દઉપરાંત બાળ તંદુરસ્તી માટે પ્રથમ નંબરે વિજેતા કુંજ પ્રિતમભાઇ પરમાર અને ત્રિશાબેન વસાવાને સ્કુલબેગ આપીને પ્રોત્સાહિત કરાયા હતા. તેમજ વાનગી હરિફાઇમાં પ્રથમ નંબરે વિજેતા સલમાબેન કડીવાલા અને દ્વિતીય નંબરે વિજેતા કુસુમબેન પરમારને પણ પ્રોત્સાહન ઇનામ એનાયત કરાયા હતા.

પોષણ અભિયાન અંતર્ગત દત્તક લેનાર 5 જેટલાં પાલક વાલીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રશસ્તિપત્ર એનાયત કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું, તેની સાથોસાથ શાળાના બાળકો દ્વારા પોષણ અદાલતનું નાટક રજૂ કરીને સ્વચ્છતા,નિયમિત હાજરીની સાથે પોષણ અભિયાનનો સંદેશો પણ પુરો પાડ્યો હતો. આ કાર્યક્રમ અગાઉ જિલ્લા પ્રભારી સચિવ એસ. જે. હૈદરે રાજપીપલાની ટેકરા ફળીયાની આંગણવાડીની મુલાકાત લીધી હતી અને તેમણે ઉપસ્થિત બાળકોને ચોકલેટ આપીને તેમની સાથે વાર્તાલાપ કર્યો હતો, તેમજ આંગણવાડી બહેનો પાસેથી કુપોષિત બાળકો વિશેની માહિતી મેળવી હતી. આ પ્રસંગે કુપોષણને દુર કરવાના સૌએ સામુહિક શપથ પણ લીધા હતા.

તસવીર : જ્યોતિ જગતાપ, રાજપીપલા

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!