રાજુલા શહેરના રોડના ખાતમુહૂર્ત કરતા રાજુલાના ધારાસભ્ય ડેર

કોંગ્રેસ શાસિત નગરપાલિકામાં આજે શહેરમાં મેં વિસ્તારના રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવેલ છે જેમાં ગઢની રાંગ યાદવ ચોક તેમજ મફત પરા વિસ્તારમાં આજે કોંગ્રેસ પરિવારના સભ્યો પાલિકાના સભ્યો તેમજ શહેરના અગ્રણીઓ સહિતના લોકો હાજર રહેલ અને રાજુલા ધારાસભ્યના હાથે આ ખાતમુર્હત કરતા આ વિસ્તારના લોકો હર્ષની લાગણી અનુભવી રહ્યા છે રાજુલાના ધારાસભ્ય તેમજ હાલના પાલિકાના પ્રમુખશ્રીના જણાવવા મુજબ શહેરના રસ્તાઓ બને તેટલા વહેલી તકે પૂર્ણ કરીને રાજુલા શહેર મે હરીયાળુ બનાવવાનું જ સ્વપ્નો છે તે અમારી ટીમ પુરા કરવાના સતત પ્રયત્નો કરી રહ્યા છે ત્યારે શહેરીજનો પણ અમારા આ કાર્યમાં સાથ અને સહકાર આપે તેવી અપીલ કરેલ છે.
યોગેશ કાનાબાર (રાજુલા)