અમદાવાદમા પતિ પત્નીને એકબીજાનાં અન્ય સાથેનાં સંબંધોની જાણ થતા જોવા જેવી થઈ…!!

અમદાવાદમા પતિ પત્નીને એકબીજાનાં અન્ય સાથેનાં સંબંધોની જાણ થતા જોવા જેવી થઈ…!!
Spread the love

સામાન્ય રીતે પતિ,પત્ની અને વોનો કિસ્સો તો અનેક વાર સામે આવ્યો છે પરંતુ અમદાવાદમાં એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં પત્નીને પતિ પર શંકા હતી કે તેના અન્ય યુવતી સાથે સંબંધ છે. ત્યારે પતિ પણ પત્ની પર શંકા રાખી રહ્યો હતો કે તેના તેના શેઠ સાથે આડા સંબંધ છે. આ મામલે પહેલા પતિ અને પત્નીએ છુટાછેડા લઈ લીધા. પરંતુ પતિએ ફરી પત્નીને પોતાની સાથે લઈ ગયો છતા બંન્ને વચ્ચે બોલાચાલી ચાલુ હતી. હવે સમગ્ર મામલો પોલીસ પાસે પહોંચી ગયો છે અને પોલીસે કાર્યવાહી શરુ કરી છે.

અમદાવાદનાં વાડજ પોલીસ સ્ટેશનમાં મહિલાએ પોતાના પતિ સહિત સાસરિયા પક્ષનાં અન્ય લોકો સામે ગુનો દાખલ કરાવી કાર્યવાહીની માંગ કરી છે. ફરિયાદી યુવતીનો આરોપ છે કે, તેના પતિ,સાસુ,સસરા અને અન્ય લોકો તેને માનસિક ત્રાસ આપી શંકા રાખી માર મારતા હતા. આ અંગેની વિસ્તૃત વાત કરીએ તો રશ્મિ(નામ બદલેલ છે)નાં વર્ષ 2017માં સામાજીક રિતી રિવાજ પ્રમાણે અનિલ સાથે લગ્ન થયા હતા.  લગ્નનાં થોડાક સમય પછી ફરિયાદીને જાણ થઈ કે, તેના પતિનો અન્ય મહિલા સાથે પ્રેમ સંબંધ છે. જેથી તે વાત તેને પતિ સાથે કરતા પતિએ ઉશ્કેરાઈ જઈ ફરિયાદી સાથે મારામારી કરી હતી.

આ મામલે ફરિયાદીએ પોતાના માતા-પિતાને જાણ કર્યા બાદ સાસુ સસરાને વાત કરી પરંતુ સાસુ સસરાએ ફરિયાદી સામે ગુસ્સો થઈ ગાળો બોલવા લાગ્યા હતા. આશરે 20 મહિના બાદ બન્નેનાં છુટાછેડા થઈ ગયા હતા. છુટાછેડાના બે મહિના બાદ પતિ પરત સાસરે જઈ ફરિયાદી સાથે રહેવાની ઈચ્છા બતાવી હતી અને પોતાની ભુલ સમજાઈ ગઈ છે તેમ કહેલ અને પોતાના મિત્રના ત્યાં રહેવા ગયા અને લગ્નનો ફરી કરાર કર્યો હતો.

ફરિયાદીએ પરત સાસરીમાં જવાની ઈચ્છા બતાવી હતી પરંતુ તેના સાસુ સસરાએ ના પાડી દેતા તે વાડજમાં રહેવા આવી ગયા હતા. જે બાદ એક ખાનગી કંપનીમાં નોકરી કરવા લાગી હતી. ફરિયાદી તેના શેઠ સાથે વોટસઅપમાં વાત કરતી હતી તો આરોપી પતિને શંકા હતી કે બન્ને વચ્ચે આડા સંબંધો છે. જેથી તેને લઈ ફરી બંન્ને વચ્ચે બોલાચાલી થવા લાગી હતી. જે બાદ પણ સમાજના કહેવાથી બન્ને વચ્ચે સામાધાન થયુ પરંતુ ફરી થોડાક સમય બાદ ફરીથી બોલાચાલી થતા સમગ્ર મામલે ફરિયાદીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસે આઈપીસી 498એ,323,114,294બી કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ શરુ કરી છે.

અલ્પેશ રાઠોડ (અમદાવાદ)

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!