લિંબચ યુવા સંગઠન દિયોદર દ્વારા તાનાજી ફિલ્મને લઈને પ્રાંત કચેરી આવેદનપત્ર

તાજેતરમાં રિલીઝ થયેલ ફિલ્મ તાનાજીમાં કેટલાક દ્રશ્યોને લઈ ને વાળંદ (નાઈ) સમાજ દ્વારા ગુજરાતના કેટલાક શહેરોમાં વિરોધ થઇ રહ્યો છે. ત્યારે લિંબચ યુવા સંગઠન દિયોદર દ્વારા દિયોદર પ્રાંત કચેરીએ આવેદન આપી વિરોધ નોંધાવ્યો છે. જો. કે આવેદનપત્ર માં જણાવ્યું હતું કે તાજેતરમાં રિલીઝ થયેલી તાનાજી મુવીમાં નાઈ સમાજ ને નીચું દેખાડતા સીનો બતાવવામાં આવેલ છે જો કે આ સીનો થી નાઈ સમાજ નું અપમાન થયું છે.જેનાથી સમગ્ર ભારત દેશમાં નાઈ સમાજની લાગણીને ઠેસ પહોંચાડી છે. નાઈ સમાજે માગણી કરી છે.
આ તાનાજી ફિલ્મ માંથી બતાવેલ સીન તાત્કાલિક દૂર કરવાની માંગણી કરી છે. જોકે વધુમાં સમગ્ર સમાજની એવી માંગ છે કે ફિલ્મ પ્રોડ્યુસર તથા કલાકાર ઉપરોક્ત સીન માં રોલ ભજવેલ છે તે બંને જણ સમાજની માફી માગે એવું પણ આવેદનપત્રમાં જણાવ્યું હતું. આગામી સમયમાં કોઈ પણ જાતનો નિર્ણય લેવામાં નહીં આવે તો નાઈ સમાજ ના લોકો ધંધો રોજગાર બંધ રાખી ગાંધી ચીંધ્યા આંદોલન કરવું પડે છે જેવું આવેદનપત્રમાં જણાવ્યું હતું.
રઘુભાઈ નાઈ (દિયોદર)