મા-બાપની સેવા કરે એણે મંદિરે જવાની જરૂર નથી : પ્રફુલભાઈ શુકલ

અહવામાં ચાલી રહેલી શિવ કથા માં આજે મુખ્ય યજમાન ચિંતન ભાઈ સુરૂ અને હંસાબેન નરેશભાઈ પટેલ(જહાંગીરપુરા) દ્વારા મલ્લિકાર્જુન જ્યોતિલિંગ ની પૂજા કરવામાં આવી હતી. કથાકાર પ્રફુલભાઇ શુકલએ શિવપુરાણ માંથી ગણપતિ અને કાર્તિક સ્વામી ની કથા નું વર્ણન કરતા કહ્યું હતું કે મા-બાપની પ્રદિક્ષણા કરે તો પૃથ્વી ની પ્રદિક્ષણા થઈ જાય છે. અશ્વિનીબેન સુરૂ દ્વારા પૂછાયેલા સીતાજીની અગ્નિપરીક્ષા નો તાદ્શ વર્ણન કરીને પ્રફુલભાઈ એ જવાબ આપ્યો હતો.” ભાજી ના પાન ખાઈને શાસ્ત્રો લખાયા છે. પાવભાજી ખાનારાઓને એના પર ગમે તેમ બોલવાનો અધીકાર નથી.” શાસ્ત્રો નું દર્શન જીવનનું માર્ગદર્શન બની જાય છે. કથાના આયોજક કમલેશ પાટીલ, પ્રશાંતભાઈ બોરસે અને બાપાસીતારામ પરિવાર દ્વારા શિવ કથા સુંદર આયોજન કરવામાં આવ્યું છે. બાપુ ના સંગીતકારો મહેન્દ્ર પટેલ(ગાયક), વિનોદભાઈ પટેલ(વાયોલિન) અને સમર્થ રામાનંદી(તબલા)દ્રારા સંગીતની સુરાવલી માં ભકતો ઝૂમી રહ્યા છે. માનસ મનોરથી શિવકથામાં દરરોજ એક જ્યોતિર્લિંગનુ દર્શન અને કથા શ્રવણ થઈ હતું છે.આહવા તથા ડાંગ પ્રદેશનો ભક્તો મોટી સંખ્યામાં કથા શ્રવણનો લાભ લઈ રહ્યા છે.
રિપોર્ટ : વનરાજ પવાર (ડાંગ)