વલસાડ ડિસ્ટ્રિકટ સેન્ટ્રલ કો.બેંકના ડીરેકટર પદની ચૂંટણીમાં ડાંગ બેઠક પર ફરીવાર મંગળભાઇ ગાવિત નો (૪) મતે વિજય

વલસાડ ડિસ્ટ્રિકટ સેન્ટ્રલ કો.બેંક.લી ડાંગ જિલ્લા ની ડિરેકટર પદ ની ચૂંટણી માં સહકાર પેનલ ની કોઠાસૂઝ કારગત નીવડાતા ડિરેકટર પદે ફરી વાર મંગળભાઈ ગાવિતનો વિજય થયો છે. જ્યારે ભાજપ પ્રેરીત ઉમેદવાર વિજય પટેલ એ પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો છે વલસાડ ડિસ્ટ્રિકટ સેન્ટ્રલ કો.બેંક લિ. બોર્ડ ઓફ ડિરેકટર્સની ચૂંટણીમાં ડાંગ બેઠક પર સહકાર પેનલ ના ઉમેદવાર મંગળ ભાઇ ગાવિત અને ભાજપ સમર્થિત ઉમેદવાર વિજય પટેલ વચ્ચે રસાકસી ભર્યો જંગ ખેલાયો હતો. જેમાં કુલ (૪૭) સભાસદો ના મતદારો ના વોટિંગ બાદ મતગણતરી ના અંતે મંગળભાઇ ગાવિત ને (૨૫) મત અને વિજય પટેલ ને (૨૧) મત મળતા મંગળભાઇ ગાવિત નો સભાસદોના પ્રચંડ ટેકા ના સથવારે (૦૪) મતે વિજય થયો હતો. જયારે (૦૧) મત રદ્દબાતલ થયો હતો વળી ફરીવાર ડીરેક્ટર પદે સહકાર પેનલ ના ઉમેદવાર મંગળ ભાઇ ગાવિત ચુંટાઇ આવતા ડાંગ જિલ્લા માં કોગ્રેસ પાર્ટી નો દબદબો યથાવત્ રહયો હતો.
રિપોર્ટ : વનરાજ પવાર (ડાંગ)