બાકી મિલકત વેરો વસૂલ કરવા મહાનગરપાલિકા દ્વારા મિલકત સીલીગ અને હરાજી કરવાની મેગા ઝુંબેશ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૩.૨.૨૦૨૦ ના બાકી મિલકત વેરાની રિકવરી અનુસંધાને સેન્ટ્રલ ઝોન. મીટીંગ હોલ ખાતે મ્યુનિ. કમિશનરશ્રી ઉદિત અગ્રવાલે એક ખાસ મીટીંગ યોજી હતી. જેમાં તમામ નાયબ મ્યુનિ કમિશનરશ્રીઓ સહિતના ટેક્ષ વિભાગના તમામ સહાયક કમિશનરશ્રીઓ. વોડ ઓફિસરશ્રીઓ સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ મિટિંગમાં મ્યુનિ કમિશનરશ્રીએ મહત્વપૂર્ણ નિર્ણયો લીધા હતા. જેમાં જે કરદાતાઓનો ટેક્સ એક લાખ રૂપિયા કે તેથી વધુ બાકી હોય તેવા તમામ મીલકતધારોકોની મિલકત સીલ કરવાની મેગા ઝુંબેશ હાથ ધરવામાં આવશે. તેમજ આવતા સપ્તાહમાં ૨૪ મિલકતોની જાહેર હરાજી કરવાનુ પણ આયોજન કરવામાં આવેલ છે. શહેરના તમામ ૧૮ વોડૅ માટે ૧૮ ટીમોની રચના કરવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકાની વિનંતી પછી પણ બાકી ટેક્સ નહિ. ચુકવનારા આસામીયોના રહેણાંક મકાનના ડ્રેનેજ તથા પાણીના કનેકશન કાપી નાખવામાં આવશે. જયારે કોમશિયલ પ્રોપર્ટીમાં ડ્રેનેજ તથા પાણીના કનેકશન સીલ કરી દેવામાં આવશે.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)