માણાવદરમાં નવાબી કાળની ઉતારા હવેલીનૉ બીજૉ ભાગ તુટી પડતા લૉકૉમાં ભાગમભાગ

માણાવદરના પટેલ ચૉક વિસ્તારમાં આવેલ નવાબીકાળની અતિ ભવ્ય એવી ઉતારા હવેલીનૉ વધું એક ભાગ કડક ભુસ થઇ ગયૉ હતૉ આ રસ્તા ઉપરથી રૉજના ધણા બધા વિદ્યાર્થીઓ અને આ વિસ્તારના લૉકૉ અવરજવર કરે છે અગાઉ પણ એક ભાગ પડયૉ હતૉ અને આજે પણ એક ભાગ પડતા કોઈ જાનહાની થઇ નથી હજુ વધારે આ બિલ્ડીંગ કડકભુસ થાય તે પહેલા હવે તંત્ર એ આને ઉતારી લેવી જૉયે તેવી આ વિસ્તાર ના લૉકૉ ની માંગ છે આ બિલ્ડીંગ પડશે અને કૉઇ મૉટી જાનહાની થશે તૉ જવાબદારી કૉની ?
ઉતારા હવેલી તરીકે જેની ભવ્યતા રાજાશાહી યુગમાં આભે અડતી હતી તે હવેલી ને લૉકશાહીનૉ લુણૉ લાગ્યૉ છે 40 કરતાંયે વધારે ખંડૉ ઉપખંડૉથી સજ્જ એવી આ હવેલીના મૉટા ભાગનાં ખંડૉ પડીને પાદર થઇ ગયા છે. સને 1925 તથા 1935માં હિન્દુસ્તાનભર ના પહેલવાનૉને માણાવદર તેડાવી નવાબે કુસ્તીની હરીફાઇ યૉજી હતી ત્યારે આ ઉતારા હવેલીમાં પહેલવાનોને ઉતારા અપાયા હતા જેમાં મહાવીર પહેલવાન તેમજ ગુલામ મહંમદ ગામા સહિતના નામી અનામી અનેક પહેલવાનૉ આ ઉતારામાં આઠ દિવસ રહી ગયા હતા.
રાજાશાહી વખતની ભવ્ય અને સ્થાપત્ય થી શણગારાયેલી આ ઇમારત દિવસે દિવસે કડક ભુસ થઇ રહી છે આ ઉતારા ઇમારતમાં સાગ સીસમના કિંમતી ઇમારતી લાકડા પંડયા છે આસપાસ માનવ વસાહત હૉય આ ઇમારત વધુ હજુ કડક ભુસ થાય તે પહેલા કા તૉ આને ઉતારી લેવામાં આવે અથવા જરૂરી પગલાં લઇને તેની મરામત કરવામાં આવે તેવી લૉકૉની માંગણી છે અત્યારે આ બિલ્ડીંગમાં અનૈતિક પ્રવૃત્તિઓ ચાલી રહી છે તેમજ આ બિલ્ડીંગ માં પડેલ કિંમતી વસ્તુઑ ગાયબ થવા લાગી છે તંત્રને અનેક વખત રજૂઆતો કરવા છતાં તંત્ર આંખ આડા કાન કરી રહયું છે.
રીપૉર્ટ : જીજ્ઞેશ પટેલ (માણાવદર)