એરપોર્ટની જેમ હવે કાલુપુર રેલવે સ્ટેશનના તમામ ગેટ પર મૂકાશે સ્કેનર મશીન….!!

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર દરરોજ હજારોની સંખ્યામાં મુસાફરો અવરજવર કરે છે. ત્યારે મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં લઈ રેલવે તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. રેલવે તંત્રએ જણાવ્યું કે, પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાને લઈ એરપોર્ટની જેમ હવે રેલવે સ્ટેશન પર પણ સ્કેનર મશીન મુકવામાં આવ્યા છે. એટલે કે એરપોર્ટની જેમ રેલવે સ્ટેશન પર પણ લગેજ સ્કેન થશે. હાલ કાલુપુર રેલવે સ્ટેશનના 2 નંબરના અને 4 નંબરના ગેટ પર સ્કેનર મશીન મૂકવામાં આવ્યા છે. આગામી દિવસોમાં 4થી 5 સ્કેનર મશીન મૂકાશે.
રેલવે તંત્રના જણાવ્યા મુજબ કાલુપુર રેલવે સ્ટેશન પર પહેલા મુસાફરોના સમાનનું ચેકિંગ થતું ન હતું, પરંતુ તેમાં જે પ્રવાસીઓના સામાન પર શંકા હોય તેમના લગેજનું મેન્યુએલી ચેકિંગ કરવામાં આવતું હતું, પરંતુ તમામ ગેટ પર સ્કેનર મશીન લાગ્યા બાદ તમામ મુસાફરોના લગેજનું ચેકિંગ થશે. હાલ 2 સ્કેનર મશીન મૂકવામાં આવ્યા છે. જેમાં એરર્પોટની જેમ રેલવે સ્ટેશન પર પણ લગેજ સ્કેન થશે. આવું કરવાથી સુરક્ષામાં વધારો થશે તેમજ કોઈ પણ પ્રવાસી શંકાસ્પદ વસ્તુઓ લઈ જઈ શકશે નહીં. જો કોઈ પ્રવાસી શંકાસ્પદ વસ્તુઓ લઈ જતા હશે તો ગેટ પર સુરક્ષા કર્મીઓના ધ્યાનમાં આવી જશે. અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન સીસીટીવીથી સજ્જ છે. રેલવે સ્ટેશન પર મેટલ ડિટેક્ટર પણ મૂકવામાં આવશે. સાથે સાથે તમામ ગેટ પર લગેજ સ્કેનર મશીન પણ મૂકવામાં આવશે.
અલ્પેશ રાઠોડ (અમદાવાદ)