“રાજકોટ શહેર પોલીસ પ્રજાનો મિત્ર છે” એ ફરી સાબિત કરી બતાવ્યુ છે.

રાજકોટ શહેર તા.૪.૨.૨૦૨૦ ના રોજ ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ દાખલ કરવા આવેલ હોય. તેનું નામ મહેનદ્રભાઈ હિરાભાઈ વાધેલા છે. રહે. લાલવાસ થોળ ગામ તા.જી. મહેસાણા રાજકોટ ખાતે જમીન પ્લોટ વેચાણ કરવા માટે આવેલ હતા. તેના વેચાણ પ્લોટનુ અડધુ પેમેન્ટ ૨૫ લાખ રૂપિયા આવેલ. તે લઈને તેના એડવોકેટ શ્રી મીતેષભાઈ જાની કે જેની ઓફિસ રાજકોટ ગોંડલ રોડ ઉપર દિવાળી ચેમ્બરમાં ગયેલ. અને પોતાની કાર એક દુકાનની સામે પાકૅ કરેલ.
જે બાદ તેવો તેની કાર માંથી ૨૫ લાખ રૂપિયા ભરેલી બેગ લઈને નિચે ઉતરેલ. દુકાનદારને પુછવા ગયેલા કે તેની કાર દુકાનને અડચણ રૂપ નહી થાયને. તો દુકાનદારે જણાવેલ કે અહી નો પાકિગ નુ બોડ લગાવેલ છે. અહી ટ્રાફિક પોલીસ તમારી ગાડી ટોઈગ કરી લઈ જસે. જે બાદ મહેનદ્રભાઈ તેની કાર બીજી જગ્યાએ પાકૅ કરવા લઈ ગયેલ. અને તેની ગાડી પાર્ક કરયા બાદ તેની રૂપિયા ભરેલી બેગ લેવા જતા જોવા મળેલ નહી. જેથી તેઓ એકદમ ગભરાઈ ગયેલ. ત્યાથી શીધા ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે આવેલ અને હકીકતની જાણ કરેલ છે.
પોલીસ ઈન્સપેક્ટર ડી.એ.ધાંધલિયા તથા ડી.સ્ટાફના માણસોની ટીમ બનાવી અરજદાર મહેનદ્રભાઈ ને સાથે રાખી તે જેજે જગ્યાએ ગયેલ તેતે જગ્યાએ તપાસ કરતા ઢેબર રોડ ઉપર આવેલ દુકાન પાસે તેની કાર પાર્ક કરવા ગયેલ હતા. તે પરમેશ્વર ઈલેક્ટ્રિક નામની દુકાને જઇ દુકાનદારને પુછપરછ કરતા તેણે તેની બેગ સહિ સલામત આપેલ. અને તે બેગમાં વેરીફાઈ કરતા અરજદારના પુરા ૨૫ લાખ રૂપિયા અપાવેલ હતા. આમ પોલીસ પ્રજાનો મિત્ર છે. તે હકિકત ફરી વખત ભક્તિનગર પોલીસ સ્ટેશન ની ટીમ દ્વારા સાથૅક કરવામાં આવેલ છે.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)