સુરક્ષાસેતુ સોસાયટી, બોટાદ જિલ્લા પોલીસ દ્રારા જિલ્લા કક્ષાની મહિલા સ્વરક્ષણ પ્રતિયોગીતા

જરાત સરકારશ્રી દ્રારા બોટાદ જિલ્લા પોલીસને સુરક્ષાસેતુ સોસાયટી અંતર્ગત સમગ્ર જિલ્લાની શાળા/કોલેજોમાં અભ્યાસ કરતી ૩૫૦૦ છાત્રાએાને સ્વરક્ષણ તાલીમ આપવાનો લક્ષ્યાંક આ૫વામાં આવેલ હતો, જે અન્વયે બોટાદ જિલ્લા પોલીસ દ્રારા બોટાદ જિલ્લા માંથી કુલ ૧૭ શાળા/કોલેજોમાં અભ્યાસ કરતી કુલ ૪૨૦૦ છાત્રાએાને સ્વરક્ષણની તાલીમ આ૫વામાં આવેલ છે. જિલ્લાની આ કુલ ૧૭ શૈક્ષણિક સંસ્થાએામાંથી સ્વરક્ષણની તાલીમ મેળવેલ છાત્રાએા વચ્ચે જિલ્લા કક્ષાની સ્વરક્ષણ તાલીમ પ્રતિયોગીતાનું યોજવા સારૂ પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબ દ્રારા સુચન કરવામાં આવેલ અને આ માટે તા.તા.૨૪/૦૧/૨૦૨૦ના રોજ પોલીસ અધિક્ષકશ્રીની કચેરી ખાતે એક મિટીંગનું આયોજન કરવામાં આવેલ.
આ મિટીંગમાં જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા પ્રાથમીક શિક્ષણાધિકારી, જિલ્લા રમત-ગમત અધિકારી જેવા અધિકારીએા સાથે રૂબરૂ ચર્ચા-વિચારણાના અંતે ખસ રોડ બોટાદ ૫રની મોડેલ સ્કુલ ખાતે તા.૦૨/૦૨/૨૦૨૦ના રોજ સવારે ૦૮/૦૦ વાગ્યાથી જિલ્લા કક્ષાની પ્રતિયોગીતાનું યોજવા નક્કિ કરવામાં આવ્યુ. આ માટે જિલ્લા સુરક્ષાસેતુ સોસાયટી તથા જિલ્લા પોલીસ બોટાદ દ્રારા બોટાદ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન દિઠ સુરક્ષાસેતુનું કામ કરનાર કર્મચારી અને મે.નિન્જા મિશન માર્શલ આર્ટસ સેલ્ફ ડિફેન્સ એકેડમી એન્ડ વેલ્ફેર ફાઉન્ડેશન બોટાદ સાથે મળી આ તમામ ૧૭ શૈક્ષણિક સંસ્થાએામાં જઈ સ્વરક્ષણ તાલીમ મેળવેલ છાત્રાએાને આ પ્રતિયોગીતામાં ભાગ લેવા સારૂ પ્રોત્સાહીત કરવામાં આવેલ તથા છાત્રાએાને પોતાના ઘરેથી પ્રતિયોગીતાના સ્થળે આવે તથા પ્રતિયોગીતા પુર્ણ થયા બાદ પોતાના ઘરે ૫રત ૫હોંચ્યાની ખાત્રી કરવા સુધીની વ્યવસ્થા બોટાદ પોલીસ દ્રારા ગોઠવવામાં આવેલ તથા આ પ્રતિયોગીતામાં જિલ્લાની શૈક્ષણીક સંસ્થાએા માંથી કુલ ૧૧૪ છાત્રાએાએ ભાગ લીધેલ તથા બોટાદ જિલ્લાની મહિલા પોલીસ કર્મચારીએાએ આ પ્રતિયોગીતામાં ભાગ લીધેલ અને સ્પર્ધક છાત્રાએાનો જુસ્સો વધારેલ.
આ પ્રતિયોગીતા તા.૦૨/૦૨/૨૦૨૦ના સવારના ૦૮/૦૦ વાગ્યાથી સાંજના ૦૬/૦૦ વાગ્યા સુધી યોજાયેલ જેમાં પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતા સાહેબ નાએાની સુચના મુજબ પ્રતિયોગીતામાં ભાગ લીધેલ સ્પર્ધકોને બપોરનું પૈાષ્ટિક ભોજન આ૫વામાં આવેલ તથા પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબની અધ્યક્ષતામાં દિપ પ્રાગટ્ય કરીને પ્રતિયોગીતાનો પ્રારંભ કરવામાં આવેલ હતો. જેમાં જિલ્લા રમત-ગમત અધિકારીશ્રી એન.પી.ગોહિલ તથા નાયબ પોલીસ અધિક્ષક, મુખ્ય મથક શ્રી જી.પી.ચૈાહાણ તથા મે.નિન્જા મિશન માર્શલ આર્ટસ સેલ્ફ ડિફેન્સ એકેડમી એન્ડ વેલ્ફેર ફાઉન્ડેશન બોટાદ જેની સાથે સંકળાયેલ છે તે ગુજરાત ઈન્ડોસીતો-ર્યુ કરાટે ડો એાર્ગેનાઈઝ ના પ્રેસીડેન્સ શ્રી પુર્ણવિક્રમ એમ.સેન હાજર રહેલ હતા.
આ સમગ્ર પ્રતિયોગીતામાં કોઈ અઘટિત ઘટના ન બને તેના પુર્વ આયોજન રૂપ જિલ્લામાંથી અલગ કુલ–૨૭ મહિલા પોલીસ અધિકારીએા/કર્મચારીએાનો બંદોબસ્ત રાખવામાં આવેલ હતો, જેમાં આ સમગ્ર પ્રતિયોગીતાના નોડલ અધિકારી અને મહિલા પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી આર.એમ.ચૈાહાણ તથા તેએાની મદદમાં મહિલા પોલીસ સબ ઈન્સ્પેક્ટરશ્રી જે.ડી.નિમાવત તથા અન્ય ૨૫ મહિલા કોન્સ્ટેબલ ને પ્રતિયોગીતાના સ્થળે રહી ખૂબ જ પ્રસંશનીય કામગીરી કરેલ હતી. આ પ્રતિયોગીતામાં ચાર છાત્રાએાને બે-બે ના જુથમાં રમાડવામાં આવેલ તથા જિલ્લા સુરક્ષાસેતુ સોસાયટી બોટાદ દ્રારા આયોજીત આ પ્રતિયોગીતામાં કુલ-૧૧૪ સ્પર્ધક છાત્રાએા પૈકી કુલ-૩૦ ગોલ્ડ મેડલ, ૩૦ સિલ્વર મેડલ, ૨૮ બ્રોન્ઝ વન મેડલ અને ૨૬ બ્રોન્ઝ ટુ મેડલ આ૫વામાં આવેલ અને ખૂબ જ ટૂંકા સમયમાં એક જિલ્લા કક્ષાની સ્વરક્ષણ પ્રતિયોગીતાનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવેલ. આ પ્રતિયોગીતાનો મુખ્ય આશય મહિલાએામાં આત્મ વિશ્વાસ વધે અને વિપરીત સમય-સંજોગોમાં મહિલા/દિકરીએા પોતાની જાતને સલામત રાખી શકે તેવો હતો.
(જી. પી. ચૈાહાણ)
જિલ્લા નોડલ અધિકારી સુરક્ષા સેતુ સોસાયટી અને
નાયબ પોલીસ અધિક્ષક, મુખ્ય મથક
બોટાદ