મેંગો પીપલ પરીવાર દ્વારા રૈયાધારનાં સ્લમ વિસ્તારોના બાળકોના શેક્ષણિક ખર્ચ પેઠે 45000 રૂપિયાનો ચેક અર્પણ

તાજેતરમાં નિર્મલરાજ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત મેંગોપીપલ પરીવાર દ્વારા રૈયાધારના સ્લમ વિસ્તારોના બાળકોના શેક્ષણિક ખર્ચ પેઠે ૪૫૦૦૦ ( અંકે રૂપિયા પિસ્તાલીસ હજાર) નો ચેક વિદ્યાસાગર પ્રાથમિક શાળાને અર્પણ કરેલ. મેંગોપીપલ પરિવારનાં પ્રમુખશ્રી મનીષભાઈ રાઠોડ જણાવે છે. આ રકમ માંથી જે બાળકો હોશિયાર હોઈ પણ તેમના વાલીઓની પરીસ્થીતી નબળી હોઈ તેવા બાળકોની સ્કૂલ ફી. બૂક્સ અને સ્કૂલ ડ્રેસ માટે આ રકમ ખર્ચવામાં આવશે. શાળાના ટ્રસ્ટીશ્રી એ મેંગોપીપલ પરીવારનો ખુબખુબ આભાર વ્યક્ત કરેલ.
આ અનોખા સતકર્મ માટે મેંગોપીપલ પરિવારનાં પ્રમુખશ્રી મનીષભાઈ રાઠોડ તથા રૂપલબેન રાઠોડને પૂર્વીબેન કવા, નિલેશભાઈ જોશી, ઉષાબેન રાવત, બ્રિજેશભાઈ પટેલ, વિશાલભાઈ નેનુજી તથા સમગ્ર મેંગોપીપલ પરીવારની ટીમે ખુબખુબ શુભેચ્છા પાઠવેલ. અત્રે ઉલ્લેખનીય છેકે મેંગોપીપલ પરીવાર છેલ્લા ૬ વર્ષથી ઝુપડપટ્ટી અને સ્લમ વિસ્તારોના બાળકો માટે સતત કાર્યશીલ સંસ્થા છે. સંસ્થા આવા બાળકો માટે રાજકોટ તથા જામનગર માં ફ્રી એજ્યુકેશન ક્લાસ ચલાવે છે. ઉપરાંત તાજેતર માં સંસ્થા દ્વારા ” પ્રોજેક્ટ મુસ્કાન ” દ્વારા સ્લમ વિસ્તારોની બહેનો દીકરીઓને નિઃશુલ્ક સેનેટરી પેડ વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)