આંગડિયા પેઢી લૂંટ બનાવમાં સંડોવાયેલ આરોપીઓને ઝડપી પાડતી સુરેન્દ્રનગર સીટી A ડીવીઝન પોલીસ

આંગડિયા પેઢી લૂંટ બનાવમાં સંડોવાયેલ આરોપીઓને ઝડપી પાડતી સુરેન્દ્રનગર સીટી A ડીવીઝન પોલીસ
Spread the love

તા. ૦૮ / ૦૨ / ૨૦૨૦ ના રોજ સુરેન્દ્રનગર ,હેન્ડલુમ થી ટાવર વાળા મેઇન રોડ ઉપર પ્રકુલ સાયકલ સ્ટોર ની સામે દ્વારકેશ ના ડેલામાં પેલા માળે માધવ મગન આંગડિયા પેઢી ની ઓફીસ માં અજાણ્યા માણસોએ આંગડિયા પેઢી ના કર્મચારી ને માથાના ભાગે હથોડીના ઘા મારી ગંભીર ઇજાઓ પહોંચાડી રૂા . ૧ , ૬૦ , ૦૦૦ / – ની લુંટ કરી નાશી ગયેલ હોય જે બનાવ અંગે હે . પોલીસ અધિક્ષક સાહેબ શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ તથા હે , પ્રો . પોલીસ અધિક્ષક શ્રી શેફાલી બરવાલ સાહેબ તથા ઇ / ચા નાયબ પોલીસ અધિક્ષક શ્રી આર બી . દેવધા સાહેબ સુ.નગર ડીવીઝનજ નાઓએ લુંટ કેશ ના આરોપી ને ઝડપી પાડવા માટે સુચના કરેલ હતી .

તાજેતરમાં ગઈ તા . 0૮ / ૦ર / ર૦ર૦રોજ પીરનો આશરે ત્રણેક વાગ્યા ના અરસા માં સુરેન્દ્રનગર હેન્ડલુમ થી ટાવર વાળા મેઈન રોડ ઉપર પ્રફુલ સાયકલ સ્ટોર ની સામે દ્વારકેશ ના ડેલા માં પેલો માળે માધવ મગન આંગડિયા પેઢી ની ઓફીસ માં આંગડિયા પેઢી ના કર્મચારી અરજનભાઈ વજુભાઇ રબારી રહે . બજરંગપુરા તા લખતર વાળા એકલા હાજર હતા તે વખતે બે અજાણ્યા ઇસમો જેમાં ( ૧ ) આશરે ર૦ થી રર વર્ષ નો અજાણ્યો ઇસમ તથા ( ર ) આશરે ૧૮ વર્ષનો અજાણ્યો ઈસમ આંગળિયું કરવાના બહાને આવી , આંગણીયા ના કર્મચારી અરજણભાઈ ને માથા ના ભાગે હથોડીના ઘા મારી ગંભીર ઇજાઓ પહોંચાડી રૂ ૧ , ૬૦ , ૦૦૦ / – ની લુંટ કરી નાશી ગયેલ હોય જે બાબતે સુરેન્દ્રનગર સીટી એ ડીવી પો સ્ટે માં ગુ , ર નં ૧૧ ૨૧૧૦૫૭૨૦૦૧૨ ૨ આઇ પી સી કલમ ૩૯૭ , ૧૧૪ તથા જી , પી એ કટ કલમ ૧૩૫ મુજબનો ગુન્હો રજીસ્ટર થયેલ.

જેથી આ કામના આરોપીઓને તાત્કાલીક શોધી કાઢવા માટે મહે. પોલીસ અધિક્ષક શ્રી , સુરેન્દ્રનગર તથા પ્રો . પોલીસ અધિક્ષક શ્રી શેફાલી બરવાલ સાહેબ દ્વારા સુચના કરેલ હોય જેથી સુરેન્દ્રનગર ડીવીઝનના ઇ/ ચા નાયબ પોલીસ અધિક્ષક શ્રી આર . બી . દેવધા સા . ની આગેવાનીમાં એલ સી બી શાખા , સુરેન્દ્રનગર નાઓની એક એક ટીમ તથા સુરેન્દ્રનગર સીટી એ ડીવી , પો સ્ટ , ની બે ટીમ બનાવેલ અને ત્રણેય ટીમો દ્વારા આ કામની બનાવની જગ્યાના સી , સી ટી વી ફુટેજ આધારે તેમજ ટેકનીકલ સોર્સ ની મદદ થી લુંટને અંજામ આપનાર આરોપીઓ ( ૧ ) ધનશ્યામભાઇ રમણીકભાઈ સતાપરા (પ્રજાપતિ) રહે , બોટાદ , પાળીયાદ રોડ , આનંદધામ રેસીડન્સી તથા ( ૨ ) પંકજભાઈ હીરાલાલ રાજગોર રહે , બોટાદ મુળ રહે . મધ્યપ્રદેશ વાળાઓને ટેકનીકલ સોર્ષ થી પકડી પાડી કાયદેસર ની કાર્યવાહી કરવા માં આવેલ છે . પકડાયેલ આરોપીઓ પૈકી આરોપી ઘનશ્યામભાઇ રમણીકભાઈ પ્રજાપતિ સુરેન્દ્રનગરમાં અગાઉ કામ કરતો હતો .

ટીમ – મહે , પોલીસ અધિક્ષક સાહેબ શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ તથા પ્રો . પોલીસ અધિક્ષક શ્રી છે . કાલી બરવાલ સાહેબ ની સુચના થી સુ , નગર ડીવીઝન ના ઇ / ચા નાયબ પોલીસ અધિક્ષક શ્રી આર . બી દેવધા સા , નાઓનો સીધા સુપરવિઝન માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર સીટી એ ડીવી પો . સ્ટે . ના પોલીસ ઇન્સ્પેકટર એ એચ ગોરી તથા હેડ કો , ધનરાજસિંહ જ શુભા તથા હે . કો . વિજયસિંહ જોરૂભા , તથા હે . કો . મુકેશભાઇ મનુભાઈ તથા પો . કો . અમીનભાઇ જગદીશભાઇ તથા પો . કો . વિજયસિંહ પ્રવિણસિંહ તથા પો કૌ . હારૂણભાઇ ગુલાબભાઇ તથા પો . કો . કીશનભાઇ વેલાભાઇ એ રીતની ટીમ દ્વારા કામમીરી કરવામાં આવેલું છે ,

રિપોર્ટ : દિપકસિંહ વાઘેલા (સુરેન્દ્રનગર)

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!