દામનગર પાલિકા પ્રમુખની અધ્યક્ષતામાં ત્રીદિવસીય ગ્રીનજોબ કૌશલ્ય ભારત શિબિર

દામનગર શહેરમાં નગરપાલિકા પ્રમુખની અધ્યક્ષતામાં ત્રીદિવસીય ગ્રીનજોબ શિબિરનો પ્રારંભ નિષ્ણાંત મોટિવેશનલ વક્તા નિખિલેશ મહેતા દ્વારા ત્રીદિવસીય શિબિરમાં શહેરના તમામ સફાઈ કર્મચારીઓને સફાઈ વ્યવસાયને વિચાર બનાવવાનો મંત્ર સ્વચ્છતા અભિયાન અંતર્ગત સ્વ સ્વાસ્થ્ય અને બહેતર કામગિરી માટે ડેમોસ્ટેશન કરી અવગત કરાયા સફાઈ કર્મચારીઓને સ્વચ્છતા બાબતે બેનમૂન સંકલન થી કેવી કેવી બાબતો નું ધ્યાન રાખવાનું સફાઈ કર્મચારી ઓ વેસ્ટમાંથી બેસ્ટ વધુ વેતન કેવી રીતે મેળવી શકે સ્વ આરોગ્ય માટે સતર્ક બનાવા અનેક પ્રકાર ના જોખમી બેકટેરિયા ચેપ થી રક્ષણ મેળવવા માટે માસ્ક મોજા જકિટ સહિત વિવિધ કચરાઓનું વર્ગીકરણ સહિત દરેક બાબતો નો ડેમોસ્ટેશન કરી અવગત કર્યા હતા સેનેટરી સાધનો એસિડ સફાઈ સાધનો યાંત્રિક સાધનો તેની સાર સંભાળ રાખવા સંચાલન કરવા ની દરેક બાબતો થી સર્વ સફાઈ કર્મચારી ઓ ને સ્વગત કર્યા હતા પાલિકા કર્મચારી સેનેટરી ઇન્સ સહિત ના સ્ટાફ ની ઉપસ્થિતિમાં ત્રીદિવસીય શિબિરનો પ્રારંભ કરાવતા નિષ્ણાંત વક્તા નિખિલેશ મહેતા એ મનનીય માર્ગદર્શન આપ્યું હતું.
રિપોર્ટ : નટવરલાલ ભાતિયા