અમદાવાદ એલ. જે. ઇનોવેશન વિલેજ-2020માં દેશના 11 રાજ્યોના વિદ્યાર્થીઓને 70થી વધુ ઉદ્યોગરત્નોએ પ્રોત્સાહિત કર્યા

એલ. જે. ઇનોવેશન વિલેજ-૨૦૨૦ માં ૧૦૦૦ થી વધારે વિદ્યાર્થીઓ અને સ્ટાર્ટઅપ્સ એ પોતાના પ્રોજેક્ટસ રજૂ કર્યા જેઓ ૧૧ થી પણ વધારે રાજ્યો માંથી આવ્યા હતા. આ ૨ દિવસ ના ઇવેન્ટ નું ઉદ્દઘાટન એ. આઈ.સી. ટી. ઈ. ના અધ્યક્ષ પ્રો.અનિલ હસ્રબુધ્ધે અને હની બી નેટવર્ક ના ફાઉન્ડર પદ્મશ્રી પ્રો. અનિલ ગુપ્તા એ કર્યું. આ વખતે ઇવેન્ટ માં વોટર કન્ઝર્વેશન, કલાઈમેટ ચેન્જ, પોલ્યુશન કંટ્રોલ, પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ, ઇમરજનસી સેવાઓ, હર્બલ ટેકનોલોજી, આર્ટિ ફિશિયલ ઇન્ટેલિજન્સ, હેલ્થ ડેટા મેનેજમેન્ટ, ડેટા પ્રોટેક્શન જેવા વિષયો પર ભાર અપાયો હતો.
રાષ્ટ્રીય અને સ્થાનિક કક્ષા ના સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ્સના 70 થી વધુ ઉદ્યોગ નિષ્ણાતો, ડિઝાઇનર્સ, રોકાણકારો, માર્ગદર્શકો અને અન્ય હોદ્દેદારો એ પાર્ટીસિપન્ટ્સ ને ખૂબ જરૂરી સૂચનો આપ્યા કે જે એમની પ્રોડક્ટ્સ ને માર્કેટેબલ બનાવશે. આ 2 દિવસ માં ઇન્ટરપ્રીનોયરશિપ અને સ્ટાર્ટઅપ ને પ્રોત્સાહન આપવા માટે પેનલ ડિસ્કશન નું પણ આયોજન થયું હતું કે જેમાં વિશેષજ્ઞો એ પોતાના મંતવ્યો રજૂ કર્યા. સમાપન સમારોહ માં મુખ્ય અતિથિ તરીકે આઈ. ડી.બી.આઈ કેપિટલ ના પ્રેસિડેન્ટ શ્રી એ.એ. સરમા, અમદાવાદ ના કલેકટર શ્રી કે. કે. નિરાલા અને ઇ.ડી.આઈ ના પૂર્વ ચેરમેન શ્રી દિનેશ અવસ્થી હાજર રહ્યા જેમને બેસ્ટ ઈનોવેટી વ પ્રોજેક્ટસ અને બેસ્ટ સ્ટાર્ટ અપ ને એવોર્ડ્સ આપ્યા. ઘણા ઇન્વેસ્ટર્સ એ અમુક પ્રોજેક્ટ્સ અને સ્ટાર્ટ અપને ફંડિંગ આપવાનું નક્કી પણ કર્યું.
રિપોર્ટ : નટવરલાલ ભાતિયા