બાબરા પોલીસ સ્‍ટેશનનાં ધાડનાં ગુન્‍હાના આરોપીને પકડી પાડતી અમરેલી LCB

બાબરા પોલીસ સ્‍ટેશનનાં ધાડનાં ગુન્‍હાના આરોપીને પકડી પાડતી અમરેલી LCB
Spread the love

અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબનાઓએ ગુન્‍હો આચરી નાસતા ફરતા અને ગુન્‍હાના કામે પકડવાના બાકી આરોપીઓ અંગે માહિતી મેળવી તેમને પકડી પાડી તેમના વિરૂધ્‍ધ ધોરણસર કાર્યવાહી કરવા અમરેલી જીલ્‍લા પોલીસ તંત્રને જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપેલ હોય જે અન્‍વયે અમરેલી એલ.સી.બી.ના ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ. શ્રી.આર.કે.કરમટા નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે ચોક્કસ બાતમી મેળવી બાબરા પોલીસ સ્‍ટેશન ફર્સ્‍ટ ગુ.ર.નં.૧૧૫/૨૦૦૯ આઇ.પી.સી. કલમ ૩૯૫, ૩૯૭, ૩૪૧, ૩૪ મુજબના ગુન્‍હાના કામે છેલ્‍લા અગિયાર વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં સફળતાં મેળવેલ છે.

પકડાયેલ આરોપી
રાજુભાઇ ભવાનભાઇ વહોનીયા, ઉ.વ.૩૭, રહે. આગાવાડા તા.જી.દાહોદ વાળાને આજ રોજ તા.૧૨/૦૨/૨૦૨૦ નાં કલાક ૧૨/૩૦ વાગ્‍યે અટક કરી બાબરા પોલીસ સ્‍ટેશન હવાલે કરેલ છે.

આ કામગીરી પોલીસ અધિક્ષક સાહેબશ્રી અમરેલી* નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ એલ.સી.બી. અમરેલીના ઇન્‍ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી.આર. કે. કરમટા અને એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે.

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!