વિચરતી જાતિના પરિવારોને અંત્યોદય રેશનકાર્ડ ફળવાયા

દુધરેજ વહાણવટી નગર અને ઉમીયાનદીના કાંઠે વિચરતી જાતિના સરાણીયા, બાવરી, દેવીપુજક પરિવારો વર્ષો થી ઝુંપડાઓ બાંધીને રહે. તેઓ ખુબજ ગરીબ પરિસ્થિતિ મા જીવન ગુજારો કરે છે. તેઓ દરરોજ નુ લાવીને દરરોજ ખાઈને ગુજરાન ચલાવે છે. તેઓની સ્થિતિ ખરાબ હોવા છતા પણ તેમને APL કાર્ડ ફળવાયા હતા. વિચરતા સમુદાય સમર્થન મંચ ના મિતલબેન પટેલ અને હષઁદ કે. વ્યાસ ની રજુઆતના અંતે આ પરિવારોની સ્થળ તપાસ કરી આ લોકોને કલેક્ટરશ્રી કે.રાજેશ સર, જીલ્લા પોલસ વડા મહેન્દ્ર બગડીયા, સી.ટી. મામલતદાર સુરેન્દ્રનગર પરમાર સાહેબ, ઝોનલ ઓફીસર સુરેન્દ્રનગર રીનાબેન, અધિક ચીટનીસ ઘેલાણી સાહેબના હસ્તે અંત્યોદય રેશનકાર્ડ ફાળવવામાં આવ્યા.
આ પરિવારો ને અંત્યોદય રેશનકાર્ડ ફાળવે તે માટે વિચરતા સમુદાય સમર્થન મંચ ના હષઁદ કે વ્યાસ અને પ્રશાંતભાઈ એ જહેમત ઉઠાવી હતી. અંત્યોદય રેશનકાર્ડ મળતા આ પરિવારો ના ચહેરા પર ખુશીની લાગણી જોવા મળી હતી.
રિપોર્ટ : ગોરાહવા ઉમેશ