જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં તલોદ તાલુકાના મોહનપુર ગામે રાત્રી સભા યોજાઇ

જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં તલોદ તાલુકાના મોહનપુર ગામે રાત્રી સભા યોજાઇ
Spread the love

હિંમતનગર,

શીવણવર્ગની ૮૦ તાલીમાર્થી બહેનોને સિલાઈ મશીન તેમજ તાલીમાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરાયા

ગ્રામજનો દ્વારા ગામના વિવિધ પ્રશ્નો અંગે રજૂઆત કરાઈ જિલ્લા-તાલુકાના સંબંધિત અમલીકરણ અધિકારીઓએ હકારાત્મક ઉકેલની ખાત્રી આપી

સાબરકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી સી.જે. પટેલની અધ્યક્ષતામાં તલોદ તાલુકાના મોહનપુર ગામે તા ૧૧ ફેબ્રુઆરી ૨૦૨૦ ના રોજ રાત્રે ગ્રામસભા યોજાઇ હતી. આ પ્રસંગે શીવણ તાલીમ મેળવેલ ૮૦ જેટલી બહેનોને સિલાઈ મશીન અને કુટીર ઉદ્યોગ દ્વારા તાલિમ પામેલા ભાઈ-બહેનોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
જિલ્લા કલેક્ટરશ્રીએ ગ્રામસભાને સંબોધતા જણાવ્યું હતું કે, સરકાર બધું જ કરી આપશે તેવી માનસિકતામાંથી બહાર આવી સર્વએ પરિશ્રમ-મહેનત કરી ઝનુનથી આગળ વધવા અપીલ કરી હતી. લોકભાગીદારી થકી નાના-મોટા સેવા કામો ઉપાડી મનરેગા થકી રોજગારી મેળવવા હાકલ કરી હતી. સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા ગ્રામજનોને અપીલ કરી જેમાં વિધવા બહેનોને સહાય, વૃધ્ધપેન્શન, ૧૦૦ ચોરસવાર પ્લોટ, શિક્ષણ, આરોગ્ય સેવા જેવા પ્રશ્નો ઝડપભેર ઉકેલવામાં આવશે.

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે,ખેતી, પશુપાલન થકી આર્થિક ઉપાર્જન સાથે બાળકોને દૂધ અને યોગ્ય પૌષ્ટીક આહાર આપી નાનપણથી જ તંદુરસ્ત બનાવવા પણ હાકલ કરી સરકારના પોષણ અભિયાનની જાણકારી આપી હતી. સૌએ ઘર આંગણે આંગણવાડીમાં મળતો લાભ લેવા જણાવ્યું હતું.

જિલ્લા કલેક્ટરશ્રીએ વધુમાં જણાવતા કહ્યું કે, દરેકને પોતાના નસિબનું મળે જ છે પણ તેના માટે પરિશ્રમ કરવો એ પાયાની વાત છે. યુવાપેઢીને વ્યસનથી મુક્ત બની ગામને સુંદર-સ્વચ્છ અને વિકાસશીલ બનાવવા યુવાનોને આગળ આવવા પ્રેરિત કર્યા હતા.યુવા પેઢીને સારુ આરોગ્ય અને શિક્ષણ મેળવી દેશના વિકાસમાં સહાયક બનવા તેમજ સરકાર દ્રારા ચલાવાતા અભિયાનો પોષણ અભિયાન, વ્યસનમુક્તિ અભિયાન, સ્વચ્છ ભારત અભિયાનમાં સહભાગી બની વિકસીત થવા પર ભાર મૂક્યો હતો.

આ રાત્રી સભામાં ગ્રામજનો દ્વારા ગટર, લાઈટ, રસ્તાના કામો, વીજ વાયર, વીજ થાંભલા, એસ.ટી.બસ, સિંચાઈ અંગે, તળાવ ઉંડુ કરી તળાવમાં પાણી ભરવા, આર.સી. રોડ, આવાસ,રમત-ગમતનું મેદાન, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જેવા પ્રશ્નો રજૂ કરાયા હતા. જે અંગે જિલ્લા સમાહર્તાશ્રી દ્રારા સંબંધિત અધિકારીઓને ઝડપી અને હકારાત્મક ઉકેલ માટે ખાસ સુચનો અને માર્ગદર્શન સ્થળ પર જ અપાયુ હતું.

આ રાત્રીસભામાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી રાજેન્દ્ર પટેલ, તલોદના પ્રાંત અધિકારીશ્રી, મામલતદાર, ટી.ડી.ઓ, ગામના અગ્રણી અને અધિકારીશ્રી પ્રવીણ પટેલ, અન્ય અમલીકરણ અધિકારીઓ, ગામના સરપંચશ્રી શક્તિસિંહ રહેવર,તાલુકા-જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં તાલીમાર્થીઓ-લાભાર્થીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Admin

Admin

9909969099
Right Click Disabled!