ભારત સરકારના ખાણ મંત્રાલયની ૨૮મી અખિલ ભારતીય રમત-ગમત સ્પર્ઘાનું આયોજન ગાંધીનગર ખાતે કરાયું

ભારત સરકારના ખાણ મંત્રાલયની ૨૮મી અખિલ ભારતીય રમત-ગમત સ્પર્ઘાનું આયોજન ગાંધીનગર ખાતે કરાયું
Spread the love

ગાંધીનગર,
ભારત સરકારના ખાણ મંત્રાલય દ્વારા પોતાની દેશના વિવિઘ પ્રાંતમાં આવેલી કચેરીઓના અઘિકારી-કર્મચારી માટે વિવિઘ રમત ગમત સ્પર્ઘાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે ૨૮મી અખિલ ભારતીય રમત-ગમત સ્પર્ઘાનું આયોજન ગાંધીનગરના સ્પોર્ટસ ઓથોરીટ ઓફ ઇન્ડિયા ખાતે કરવામાં આવ્યું છે.

ગાંધીનગર ખાતે આયોજીત આ સ્પર્ઘા તા. ૧૨ થી ૧૪ ફેબ્રુઆરી, ૨૦૨૦ દરમ્યાન યોજાશે. જેમાં ખાણ મંત્રાલયના નાગપુર, ગુહાટી, રાંચી, રાયપુર, ગોવા, ઉદયપુર, ભુવનેશ્વર, દેહરાદૂન, બંગ્લોર, દિલ્હી, કોલક્તા, અજમેર, જબલપુર અને હૈદરાબાદ પ્રાંતની ખાણ વિભાગની કચેરીઓની ટીમે ભાગ લીઘો છે.

આજે તા. ૧૨મી ફેબ્રુઆરી, ૨૦૨૦ ના રોજ ખાણ અને ખનીજ વિભાગના કમિશનરશ્રી અને ગુજરાત ખનીજ વિકાસ નિગમ લિ.ના મેનેજીંગ ડિરેકટર શ્રી અરૂણકુમાર સોલંકીના હસ્તે ૨૮ મી રમત – ગમત સ્પર્ઘાનો આરંભ કરવામાં આવ્યો હતો.
આ ત્રિદિવસીય રમત ગમત સ્પર્ઘામાં ૧૦૦ મીટર રેસ, ૮૦ મીટર રેસ ( દિવ્યાંગ), ૪૦૦ મીટર રેસ, ૧૦૦ x ૪ મીટર રિલે, ૧૫૦૦ મીટર રેસ, બે કિ.મી. પગપાળા, ડિસ્કસ થ્રો, શોટપુટ, જૈવલિન થ્રો, લોગ જમ્પ, ટેબલ ટેનિસ, બેડમિન્ટન, કેરમ, શતરંજ અને વોલીબોલ સ્પર્ઘાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સમારંભના આરંભ પ્રસંગે ભારતીય ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ, ગાંધીનગરના ઉપ મહાનિદેશક શ્રી એન.વી.નિતનવરે, ભારતીય ખાણ બ્યુરો, નાગપુરના ક્ષેત્રીય ખાણ નિયંત્રક શ્રી વાય.જી.કાલે, ૨૮મી ઓલ ઇન્ડિયા આઇબીએમ સ્પોર્ટસ મીટ, ગાંધીનગરના સચિવ શ્રી કેદારસિંહ યાદવઅને આઇ.બી.એમ મનોરંજન કલબના જનરલ સચિવ શ્રી અનિલ કાશપર સહિત મોટી સંખ્યામાં વિવિઘ પ્રાંતની કચેરીના અઘિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Admin

Admin

9909969099
Right Click Disabled!