રાજકોટ શહેર અખીલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા સમુહ લગ્નનું આયોજન

રાજકોટ-સૌરાષ્ટ્ર-ગુજરાત લેવલે જ નહિ પરંતુ સમગ્ર વિશ્ર્વમાં રાજપૂત સમાજમાં જે સંસ્થાનું અનેરૂ સ્થાન છે. તે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા તથા અખિલ ગુજરાત રાજપૂત મહિલા સંઘ દ્વારા સમુહ લગ્નનું આયોજન રાજકોટ ખાતે છેલ્લા ૧૫ વર્ષથી કરવામાં આવે છે. આ ઉપરાંત અમદાવાદ, ભાવનગર, ભૂજ ખાતે પણ રાજપૂત સમાજના સામાજીક ક્રાંતીનો પાયો નાખવામાં આવેલ છે. અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ રાજકોટ જિલ્લા તથા શહેર દ્વારા દર વર્ષની માફક આ વર્ષે ક્ષત્રીય રાજપૂત (ગિરાસદાર) સમાજનો સમુહ લગ્નોત્સવ તા.૧૬.૨.૨૦૨૦ને રવિવારના પી.ટી.જાડેજા. આશાપુરા ફાર્મ. શીતલપાર્ક બસ સ્ટોપ પાસે. ૧૫૦ ફીટ રીંગ રોડ ખાતે યોજવામાં આવનાર છે. તા.૧૬.૨.૨૦૨૦ના રોજ એન. કે. જાડેજા છાત્રાલય.રાજકોટ ખાતે ૨ કલાકે વર આગમન થશે ૪ કલાકે વર સ્વાગત યાત્રા યોજવામાં આવનાર છે. સાંજે ૬ કલાકે હસ્તમેળાપ ત્યારબાદ ૬.૩૦ કલાકે આર્શિવચન સન્માન સમારોહ યોજાશે ૭ કલાકે ભોજન સભારંમનું આયોજન કરવામાં આવેલ છે.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)