સુરેન્દ્રનગર શહેરના વિધવા મહિલાઓની રાજકોટ યાત્રા યોજાઈ

વિધવા મહિલાઓના સર્વાંગી કલ્યાણ માટે વિવિધ સેવા પ્રવૃત્તિ હાથ ધરતી નિર્ધાર વિધવા મહિલા કલ્યાણ કેન્દ્ર સુરેન્દ્રનગર દ્વારા 60 વિધવા મહિલાઓ તથા તેમના બાળકો માટે તાજેતર મા રાજકોટ યાત્રા નું આયોજન કરાયું હતું. વાયા ચોટીલા થઈ રાજકોટ બોલબાલા ટ્રસ્ટ ખાતે વર્ક શોપ, સંગીત સંધ્યા, ઢીંગલી ઘર, આકાશ વાણી કેન્દ્ર, રેસકોર્સ ની વિધવા મહિલા ઓ ને મુલાકાત કરાઈ હતી રાત્રે લાલજી મહારાજ ની જગ્યા એ થાઈ ને સુરેન્દ્રનગર પરત આવેલ. બોલબાલા ટ્રસ્ટ ના પ્રમુખ જયેશભાઇ ઉપાધ્યાય અને તેમની ટીમ દ્વારા વિધવા બહેનો ને સાડી, ચશ્માં, નાસ્તા પેકેટ ની કીટ અપાઈ હતી. તેમજ બોપર ના ભોજન ની વ્યવસ્થા કરેલ હતી. ઢીંગલી ઘર મા વિશ્વ ની ઢીંગલી જોઈ ને બહેનો ખુશ થયા હતા. આ પ્રોજેક્ટ ની સફરતા માટે સંસ્થા ના રાજેશ રાવલ, આનંદ રાવલ નિર્ધાર ટીમે ના બહેનો એ જાહેમત ઉઠાવી હતી.
રિપોર્ટ : દિપકસિંહ વાઘેલા (સુરેન્દ્રનગર)