રાતીદેવરી આસોઈ નદી ઉપર બની રહેલા પુલમાં હલકી ગુણવત્તાનુ મટીરીયલ વપરાતું હોવાની ફરિયાદો…!

- રાતિદેવરી આસોય નદી પર નવનિર્માણ પામી રહેલ પુલમા ખુલો ભ્રષ્ટાચાર.
- અધીકારીયોની મીલી ભગત કે એજન્સીની મનમાની ચાલતી હોવા જેવા અનેક સવાલ લોકમુખે ચર્ચાઈ રહ્યા છે
મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકાના વાંકીયા,પંચાસીયાને વાંકાનેર તાલુકા સાથે જોડતો રસ્તો રાતિદેવરી આસોઈ નદીમા થઈને ચાલતો હોવાથી ચોમાસા દરમીયાન ત્યા આવેલ બેઠો પુલ તુટી જતા આ બંન્ને ગામો સંપર્ક વિહોણા થઈ જતા હતા આથી લોકોને ખુબ જ મુસ્કેલીઓ સામનો કરવો પડતો. જેને ધ્યાને લઈ વાંકીયા ગામના સરપંચ રીમીબેન અને વાંકીયા ગામના જાગ્રુત નાગરીક સરાફુદીન માથકીયા, પંચાસીયા ગામના જીલ્લા પંચાયતના સદસ્ય કુલસુમબેન અકબરભાઈ બાદી, વાંકાનેરના ધારાસભ્ય મહંમદ જાવિદ પિરજાદા દ્વારા આ બાબતે રજુઆત કરવામા આવેલ. જેને ધ્યાને લઈ રાતિદેવરી આસોઈ નદી પર પુલ મંજુર કરવામા આવ્યો. હાલ તે પુલનુ કામ ચાલુ જ છે.
હાલ રાતિદેવરી પાસે આવેલ આસોઈ નદીમા કરોળો રૂપીયાના ખચૅે નવ નિમાણ પામી રહેલા પુલના કામમા એજન્સી દ્રારા હલકી ગુણવતા વાળુ મટિરિયલ વાપરવામા આવતુ હોય નિયમ અનુસાર કામ ન થતુ હોય તેવી અનેક જગ્યાએથી લોક ફરીયાદ ઉઠી રહી છે. ત્યારે આ બાબતે જીલ્લા વિકાસ અધીકારી સાહેબ અને જીલ્લા કલેકટર સાહેબ દ્વારા ઘટતુ કરી તાત્કાલીક ધોરણે ગાંધીનગર ક્વોલીટી કંટ્રોલને બોલાવી નમુના લેવડાવવામા આવે એવી લોકમાંગને ધ્યાને લઈ આપને અપીલ કરવામા આવે છે.
રીપોટૅ : શરાફુદીન માથકીયા (વાંકાનેર)