રાજકોટ શહેર ‘વેલેન્ટાઈન ડે’ની અનોખી ઉજવણી

રાજકોટ શહેર તા.૧૪.૨.૨૦૨૦ ના રોજ વેલેન્ટાઈન ડે ના દિવસે લોકો અલગ અલગ રીતે સંમોહિત થઈ ઉજવણી કરતા હોય છે. કોઈ પાટી. તો કોઈ હોટેલ કે ગાડૅન તો કોઈ પોતાના ફેન્ડસ સાથે આજે વેલેન્ટાઇન ડે છે. ત્યારે શહેરની જસાણી અને વીરાણી સ્કૂલમાં અનોખી ઉજવણી કરવામાં આવી હતી. ગોંડલ રોડ પર આવેલી જસાણી સ્કૂલમાં વિદ્યાર્થીઓએ પોતાના માતા-પિતાને ખુરશી પર બેસાડી આરતી ઉતારી પૂજન કર્યું હતું. આ પ્રસંગે એક બાળા લાગણીશીલ બની ગઈ હતી. અને પોતાના પિતાને ભેટીને રડી પડી હતી. માતા-પિતાએ સાંત્વના આપી શાંત કરી હતી.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)