જાહેરમાં વરલી ફિચરનો આંકડાનો જુગાર રમતા ઈસમને પકડી પાડતી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ

પેરોલ ફર્લો સ્ક્વોર્ડ એસ.ઓ.જી સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમિયાન પોલીસ ઈન્સપેક્ટર અજયભાઈ શુકલા તથા ક્રુષ્ણદેવસિંહ જાડેજા તથા પ્રદિપસિંહ ગોહિલ તથા બટુકભાઇ વાધેલાનાઓની સંયુકત હકિકત બાતમીના આધારે રાજકોટ શહેર કુવાડવા ગામ પંચાયત પાસે જગદીશભાઈ બાવાજી નામનો એક ઈસમ જાહેરમાં વરલી ફિચરનો આંકડાનો જુગાર રમતા રમી રમાડતા. જેથી હકીકત વાળી જગ્યાએ જઈ રમી રમાડતા વરલી ફિચરના આંકડાનો જુગાર રમતા પકડી પાડયો છે.
આરોપી
જગદીશભાઈ રધુરામભાઈ દુધરેજીયા. જાતે.બાવાજી ઉ.૪૫ રહે. કુવાડવા ગામ શિવાજી ગેટ પોલીસ ચોકીની બાજુમાં રાજકોટ.
મુદામાલ
વરલી ફિચરનો જુગાર રમતા કુલ રકમ.૧૨૦૬૦ મુદામાલ કબજે કરેલ છે.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)