ઔદિચય સહસ્ત્ર બ્રાહ્મણ સમાજ દ્વારા એક માંડવે લગ્નમાં 23 યુગલોએ જોડાઈને સમાજને એક નવી દિશા ચીંધી

પાટણ જિલ્લા ના ચાણસ્મા તાલુકાના લણવા ખાતે પાટણ વાડા ઔદિચય સહસ્ત્ર બ્રાહ્મણ સમાજ નો 33મો સમૂહ લગ્નોત્સવ-યજ્ઞોપવિતનો કાર્યક્રમ યોજાયો હતો. જેમા એક જ માંડવે લગ્નમાં 23 જેટલા નવયુગલોએ જોડાઈને સમાજને એક નવી દિશા ચીંધી સમગ્ર સમાજની હાજરીમા અગ્નિની સાક્ષીએ પ્રભૂતા મા પગલા પાડયા હતા તેમજ સાથે સાથે ચાલીસ જેટલા બટૂકો ને પવિત્ર યજ્ઞોપવિત સંસ્કાર આપવામાં આવ્યા હતા. આજના આ પ્રસંગમા દાનવીરો દ્વારા દાનની સરવાણી વહાવવા મા આવી હતી તેમજ આ સમૂહ લગ્નોત્સવમાં મહાનુભાવો અને બહોળી સંખ્યામાં લોકોએ હાજરી આપી નવદંપતીઓને આશિર્વચન પાઠવ્યા હતા.
વ્યક્તીથી મોટો સમાજ છે સમાજથી મોટો રાષ્ટ્ર હોય છે અને તેમાં સમાજમાં સંગઠન ભળે તે સોનામાં સુગંધ ભળે ઔદિચય સહસ્ત્ર બ્રાહ્મણ સમાજ ના 23માં સમૂહ લગ્નને મળેલી સફળતાનો શ્રેય ઔદિચય સહસ્ત્ર બ્રાહ્મણ સમાજના સર્વે સમાજના જનદાતાના અને કાર્યકર્તાની નિષ્ઠાપૂર્વક મહેનત છે સાથે જ નવદંપતી તેમજ તેમના પરિવારો એ સમૂહ લગ્નમાં ભાગ લઇ સમાજને પ્રેરણારૂપી નવી રાહ ચીંધી હતી. આ સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવામા સમાજના કાર્યકરો – સભ્યો એ ભારે જહેમત ઉઠાવી હતી.