લીંબડી પોલીસ મથકે સુંદરકાંડ પાઠ યોજવામાં આવ્યો

આજરોજ લીંબડી પોલીસ સ્ટેશન ખાતે લીંબડી પોલીસ સ્ટાફ દ્વારા આયોજિત શ્રીહનુમાનજી દાદાની કૃપાથી સુંદર કાંડ પાઠનું આયોજન કરવામાં આવેલ. સુરેન્દ્રનગરના નિવૃત પોલીસ કર્મચારી સ્ટાફ દ્વારા સુંદર કાંડ પાઠનું વાંચન કરવામાં આવ્યું હતું. જેમાં લીંબડી પીએસઆઈ એસ.એસ.વરૂ સહિત પોલીસ સ્ટાફે ભક્તિ અને ભાવપૂર્વક સુંદર કાંડમાં ભાગ લીધો હતો.
રિપોર્ટ : દિપકસિંહ વાઘેલા (લીંબડી)