માંગરોળ બંદર ખાતે હિંદુ સમાજના સ્મશાનની જગ્યાનું ભૂમિપૂજન કરવામાં આવ્યું

જૂનાગઢ જિલ્લાના માંગરોળ ના શહેર ભાજપ પ્રમુખ શ્રી લિનેશભાઈ સોમૈયા દ્રારા તેઓએ શહેર પ્રમુખ તરીકે નિયુક્ત થતા ની સાથે જ શહેરમાં વિકાસના વિવિધ કામોને વેગ આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. ત્યારે ચિફ ઓફિસર દેવીબેન કોડીયાતર ને માંગરોળ ના હિંદુ સમાજનાં સ્મશાન માટે માંગરોળ શહેર ભાજપ પ્રમુખ શ્રી લિનેશભાઈ સોમૈયા દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી હતી અને તેઓ ની આ રજુઆત સાંભળ્યા બાદ તાત્કાલિક નવ નિયુક્ત ચિફ ઓફિસર દેવીબેન કોડીયાતર દ્વારા સ્મશાનની તાત્કાલિકજ રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી અને આ સ્મશાન નું જે બાકી રહેલું કામ હતું.
જેમાં પ્રાર્થના હોલ,ટોયલેટ,લાકડા માટે રૂમ, સિક્યુરીટી રૂમ, સ્મશાન ફરતે દિવાલ,પીવાના પાણી માટે ઓરડી તેમજ સ્મશાન ની આજુબાજુ ના વિસ્તારમાં પેવર બ્લોક, તેમજ અગાઉ નો જે રૂમ બનાવેલ છે તેમાં સ્મશાન બાજુ જે દિવાલ આવેલી છે તે દિવાલમાં ગાબડું પાડી ત્યાં દરવજો મુકાવો, સ્મશાનમાં બેઠક વ્યવસ્થા કરવી,તેમજ સ્મશાન ને લગતી તમામ પ્રકારની જરૂરિયાતો પૂરી કરવા ખાત્રી આપીહતી ત્યારે આ સ્મશાનના અધૂરા કામને તાત્કાલિક જ શરૂ કરાવવા આજરોજ નિર્માણ થનારા કામની ખાતર્મુહુત વિધિ યોજવામાં આવી હતી. ભૂમિને સમસ્ત જગતની જનની જગતની પાલક માનવામાં આવેછે એટલેકે હિન્દૂ ધર્મ ગ્રંથોમાં ધરતીને માનો દરજ્જો પણ આપવામાં આવ્યો છે ત્યારે શૈલેષભાઈ ગોરબાપા દ્વારા આ જગ્યાએ શાસ્ત્રોક વિધિ મુજબ ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું
માંગરોળ ના નગરજનો પણ ભાજપના શહેર પ્રમુખ લિનેશભાઈ સોમૈયા ની ખુબજ પ્રશંસાઓ કરી રહ્યા છે
ભૂમિ પૂજનના આ કાર્યક્રમમાં માં ચીફ ઓફિસર દેવીબેન ચાવડા વેલજીભાઈ મસાણી શહેર ભાજપ પ્રમુખ લિનેશભાઈ સોમૈયા માર્કેટિંગ યાર્ડના વા.ચેરમેન કેતનભાઇ કગરાણા પૂર્વ શહેર પ્રમુખ માધાભાઈ ભદ્રેસા નગરપાલિકા પૂર્વ પ્રમુખ મો.હુસેન ઝાલા, યુસુફભાઈ સાટી, મનોજભાઈ વિઠલાણી ભાણજીભાઈ ગોહેલ,ભગીરથસિંહ ચુડાસમા, પ્રફુલભાઈ નાંદોલા, હરીશભાઇ રુપારેલીયા, સુરેશભાઈ સોલંકી શહીતના અગ્રણીઓ અને આગેવાનો હાજર રહ્યા હતા.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
જૂનાગઢ
મો.8488990300
મો.7016391330