સાબરકાંઠા SOG પોલીસે મોડાસા ગ્રામ્ય પોલીસ સ્ટેશનના ગુન્હાના આરોપીને ઝડપ્યો

- અરવલ્લી જીલ્લાના મોડાસા ગ્રામ્ય પોલીસ સ્ટેશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી સાબરકાંઠા એસ.ઓ.જી. પોલીસ
સાબરકાંઠા પોલીસ અધિક્ષકશ્રી, ચૈતન્ય મંડલીક એ સાબરકાંઠા જીલ્લામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડવા સુચના કરેલ છે વજે અન્વયે એમ.એમ સોલંકી, પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ઓ.જી. સાબરકાંઠાના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. સ્ટાફના અ.હે.કોન્સ.કાળુભાઇ તથા અ.હે.કોન્સ. ભાવેશકુમાર તથા પો.કોન્સ. ભાવેશકુમાર તથા પો.કોન્સ. નિંકુંજકુમાર તથા પો.કોન્સ. અપેન્દ્રસિંહ વિગેરે માણસો વડાલી પોલીસ સ્ટેશન ખાતે બંદોબસ્તમાં હાજર હતા દરમ્યાન ખાનગી બાતમીદારથી બાતમી મળેલ કે, મોડાસા ગ્રામ્ય પોલીસ સ્ટેશન થર્ડ ગુ.ર.નં- ૫૦૭૩/ ૨૦૧૯ પ્રોહી એક્ટ કલમ-૬૫ એ.ઇ, ૧૧૬ બી ૯૮(૨) ૮૧ મુજબના ગુનાનો નાસતો ફરતો આરોપી કલ્પેશકુમાર સ/ઓ બચુભાઇ ધુળાભાઇ નિનામા ઉ.વ.-૨૨ રહે. ભુતાવડ તા. ભિલોડા જી. અરવલ્લીવાળો વિજયનગર ત્રણ રસ્તા વિજયનગર જતા રોડ ઉપર ઉભો છે. તેવી બાતમી અન્વયે બાતમીવાળી જગ્યાએ જઇ તપાસ કરતાં તે નાસતો ફરતો આરોપી કલ્પેશકુમાર સ/ઓ બચુભાઇ ધુળાભાઇ નિનામા ઉ.વ.-૨૨ રહે. ભુતાવડ તા. ભિલોડા જી. અરવલ્લીવાળો મળી આવતાં સી.આર.પી. સી.કલમ-૪૧ (૧) આઇ મુજબ અટક કરી આગળની કાર્યવાહી માટે ઇડર પોલીસ સ્ટેશન ખાતે સાંપવામાં આવેલ છે. આમ, એસ.ઓ.જી. સાબરકાંઠા નાઓને નાસતા ફરતા આરોપી પકડવામાં વધુ એક સફળતા મળી હતી.
રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)