ભુજ સહજાનંદ ઇન્સ્ટિટ્યૂટ માસિક ધર્મ વિવાદ : રાષ્ટ્રીય મહિલા આયોગની તપાસમાં ચોંકાવનારી હકીકતો આવી સામે…

- મળતી માહિતી મુજબ ભુજ સહજાનંદ ઇન્સ્ટિટ્યૂટ માસિક ધર્મ વિવાદ/ રાષ્ટ્રીય મહિલા આયોગની તપાસમાં ચોંકાવનારી હકીકતો આવી સામે
- સંસ્થામાં એડમિશન લેતા પૂર્વે દીકરીઓને ધર્મના નિયમો પાળવા બાંહેધરી લેવાતી
ભુજની સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટમાં છેલ્લા 4 દિવસથી માસિક ધર્મનો વિવાદ ચાલી રહ્યો છે ત્યારે રાષ્ટ્રીય મહિલા આયોગની તપાસમાં ચોંકાવનારી હકીકતો સામે આવી છે. ભુજ સ્વામિનારાયણ મંદિર સંચાલિત સંસ્થામાં દીકરીઓ માસિકધર્મમાં આવે તો રજીસ્ટરમાં નોંધ કરવામાં આવતી હતી. સંસ્થામાં એડમિશન લેતા પૂર્વે દીકરીઓને ધર્મના નિયમો પાળવા બાંહેધરી લેવાતી હતી. દીકરીઓને નિયમપાલન સામે કોઈ વાંધો નથી પરંતુ માસિકધર્મના ચેકિંગ માટે જે પદ્ધતિ અજમાવાઈ તેની સામે વાંધો છે.
વિદ્યાથોનીઓને વોશરૂમમાં લઈ જઈ વસ્ત્રો કાઢી માસિક ધર્મની ચકાસણી કરાઈ હતી. જે વાત સ્ત્રીઓના ગૌરવ ભંગની છે ડો.રાજુલાબેન દેસાઈ સાથે વકીલ અને કમિશનના મહિલા અધિકારી, યુનિવર્સિટીના કુલપતિ સાથે રહ્યા હતા અને છાત્રોના નિવેદનો મેળવ્યા હતા.
ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા સંચાલિત સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટના વિવાદ મામલે રાજુલાબેન દેસાઈએ જણાવ્યું કે, વિદ્યાર્થીનીઓના નિવેદનો મનોમંથન અને ગહન વિચાર માંગી લે તેમ છે. સંસ્થામાં પ્રવેશતી દીકરીઓને શરૂઆતથી જ શિક્ષાપત્રીના નિયમો પાળવા આગ્રહ કરાય છે. સ્ત્રીઓની મર્યાદા જળવાવી જરૂરી છે. ભોગ બનનાર દીકરીઓ હવે આગળ કાર્યવાહી કરવામાં આનાકાની કરી રહ્યા છે. કોઈપણ ધર્મને પોતાના નિયમો શૈક્ષણિક સંસ્થા પર લાગુ કરવા કેટલા અંશે યોગ્ય છે.
યુજીસીની ગાઈડલાઈનનો પણ ભંગ થઈ રહ્યો છે ઉપરાંત જે દીકરીઓ માસિકમાં હોય તેઓને ત્રણ દિવસ આભડછેટ રાખવામાં આવતી, રહેવા જમવાનું અલગ રખાતું તેવી કબૂલાત છાત્રોએ આપી છે, જે શરમજનક છે. જે દીકરીઓ હાજર નથી તેમની સાથે ટેલિફોનિક વાતચીત કરાશે. આવતીકાલે સમગ્ર હકીકત ખુલવા પામશે હાલની સ્થિતિએ જોતાં મામલો ચર્ચામાં રહ્યો છે એક તબકકે હોસ્ટેલના ટ્રસ્ટીઓએ મીડિયાને દૂર રાખતા ચકમક ઝરી હતી.
રીપોટૅ A મનોજ રાવલ (ધનસુરા)