રાજપીપલા એપીએમસીમા આદિવાસીઓના હિંદુત્વના મુદ્દે સાંસદ મનસુખ વસાવા લાલઘુમ

- આદિવાસીઓ હિંદુ નથી તો કોણ છે ?
- આદિવાદીઓ પેહલા પણ હિન્દુ હતા, હમણાં પણ છે અને ભવિષ્યમાં પણ રહેશે…. સાંસદ
ભારતીય જનતા પાર્ટી આદિજાતિ મોરચો નર્મદા જીલ્લાનિ કારોબારી એ.પી.એમ.સી. રાજપીપલા ખાતે પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર, સાંસદ મનસુખ ભાઈ વસાવાની વિશેષ ઉપસ્થિતિમાં મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રદેશ આદિવાસી મોરચાના અધ્યક્ષ મોતીભાઈ વસાવા, પૂર્વ મંત્રી શબ્દશરણ તડવી, નર્મદા ધારીખેડા સુગર ફેક્ટરીને ચેરમેન અને પ્રદેશ કારોબારી સભ્ય ઘનશ્યામભાઈ પટેલ, જીલ્લા સંગઠન મહામંત્રી ગજેન્દ્રસિંહ જાડેજા તથા જયંતીભાઈ તડવી, નર્મદા જિલ્લા આદિજાતિ મોરચાના અધ્યક્ષ પી.કે.તડવી સહિત હોદેદારો અને મોટી સંખ્યામાં કાર્યક્રતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકમા આદિવાસીઓનોટ સૌથી મોટો અનેમહત્વનો પ્રશ્ન હાલ ચર્ચા મા હોઈ ફાયર બ્રાન્ડ ભરૂચના સાંસદ મનસુખ વસાવા એ હિંદુત્વનો મુદ્દો ચમક્યો હતો જેમા હિંદુત્વ ના મુદ્દે સાંસદ મનસુખ વસાવા લાલ ઘુમ થયા હતા અને જણાવ્યુ હતુ કે આદિવાસીઓ હિંદુ નથી તો કોણ છે ?
આ બેઠક મા આદિવાસીઓ હિન્દુ નથી એવો હાલ અંતરિયાળ વિસ્તારમાં પ્રચાર ચાલી રહ્યો છે તો એ મુદ્દે ભાજપ સાંસદ મનસુખ વસાવા લાલઘૂમ થયા હતા.અને રાજપીપળા APMC ખાતે નર્મદા જીલ્લા ભારતીય જનતા પાર્ટી આદિજાતિ મોરચાની કારોબારી બેઠકમાં જણાવ્યું હતું કે 2021ની વસ્તી ગણતરીમાં આદિવાસીઓએ હિન્દુ નહિ પણ ફક્ત આદિવાસી જ લખાવવું એવો અમુક લોકો પ્રચાર કરી રહ્યા છે.પણ મારે એમને કહેવું છે કે ફક્ત રાજકીય ફાયદા માટે આવું ન કરવું જોઈએ.
આદિવાસીઓ વર્ષોથી હિન્દુ છે, તેઓ પોતાની આસ્થા મુજબ દેવી દેવતાઓને માને છે.આદીવાસી હિન્દુ નથી તો કોણ છે?.નેગેટિવ લોકો આદિવાસીઓમાં અપ પ્રચાર કરી આદિવાસીઓમાં ગેરસમજ ઉભી કરી રહ્યા છે.સોમનાથ મંદીરને બચાવવા વેગડા ભીલ આગળ આવ્યા હતા.શબરી માતાએ રામની પૂજા કરી હતી, ભગવાન રામે એમના એંઠા બોર પણ ખાધા હતા.બિરસા મુંડાએ આઝાદીની ચળવળમાં ભાગ લીધો હતો, ધર્મ પરિવર્તનનો પણ બિરસા મુંડાએ જ સખત વિરોધ કર્યો હતો.આ બધા આદિવાસીઓ હિન્દુ છે એના જ પુરાવા છે.
આદિવાદીઓ પેહલા પણ હિન્દુ હતા, હમણાં પણ છે અને ભવિષ્યમાં પણ રહેશે.હિન્દુત્વનો મુદ્દો ઉઠાવતા લોકોએ આ બાબતે જાગૃતી લાવવી પડશે. આ ફક્ત હિન્દુઓમાં ભાગલા પાડી રાજકીય ફાયદો ઉઠાવવાનું એક માત્ર ષડ્યંત્ર છે.આદિવાસીઓ હિન્દુ રાષ્ટ્ર સાથે જોડાયેલા છે આદિવાદીઓ ગેરમાર્ગે ન દોરાય.જ્યારે ગુજરાત સરકારના માજી વન પર્યાવરણ રાજ્યમંત્રી શબ્દસરણ તડવીએ જણાવ્યું હતું કે આદિવાસી હિન્દૂ નથી એ પ્રસ્થાપિત કરવા મિશનરી સંસ્થાઓ અને ખ્રિસ્તી ધર્મના લોકો અંતરિયાળ વિસ્તારમાં સક્રિય થયા છે.
તસવીર : જ્યોતિ જગતાપ, રાજપીપલા