સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ આઈટી અને સોશિયલ મિડિયા વિભાગ દ્વારા CAA વિશે અભિયાન

સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ આઈટી અને સોશિયલ મિડિયા વિભાગ દ્વારા CAA વિશે અભિયાન
Spread the love

ભારતીય જનતા પાર્ટી, સુરેન્દ્રનગર જિલ્લાના આઈ.ટી. અને સોશિયલ મિડિયા વિભાગ દ્વારા CAA-2019 વિશે જનજાગૃતિ અભિયાનના ભાગરૂપે આજરોજ તા. ૧૭/૦૨/૨૦૨૦ સોમવારના રોજ કોલેજના વિદ્યાર્થીઓ માટે સી. યુ. શાહ મેડિકલ કોલેજ, સુરેન્દ્રનગર તથા એમ.પી. વોરા કોલેજ, વઢવાણ અને વી.બી.ટી. ઈન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ્સ & હ્યુમેનિટીઝ, વઢવાણમાં માર્ગદર્શન સેમિનાર તથા “મિસ્ડ કોલ” અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં શ્રી ડૉ. મહેન્દ્રભાઈ મુંજપરા (સાંસદશ્રી, સુરેન્દ્રનગર), શ્રી દિલિપભાઈ પટેલ (પ્રમુખશ્રી, સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ), શ્રી ધનજીભાઈ પટેલ (ધારાસભ્યશ્રી, વઢવાણ), શ્રી કાંતિભાઈ પરમાર (પ્રમુખશ્રી, વઢવાણ શહેર ભાજપ) એ માર્ગદર્શન આપ્યું. આ કાર્યક્રમમાં ડૉ. જિતેન્દ્ર સંધવી, શ્રી કિરણભાઈ મહેતા, શ્રી વાય. બી. રાણા, શ્રી વનરાજસિંહ રાણા, શ્રી પંકજભાઈ પરમાર તથા હિનાબેન પંડ્યા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમોને સફળ બનાવવા દિવ્યરાજસિંહ, હાર્દિકભાઈ, નિલેશભાઈ, સિધ્ધરાજસિંહ, યશભાઈ એ જહેમત ઉઠાવી.

રિપોર્ટ : દિપકસિંહ વાઘેલા (સુરેન્દ્રનગર)

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!