ટાટા મોટર્સે ઉત્તર ગુજરાત વીજ કંપની લિ. (યુજીવીસીએલ)ને ટિગોર ઈવી પુરવઠો કરવાનો આદેશ મેળવ્યો

ટાટા મોટર્સ ઉત્તર ગુજરાત વીજ કંપની લિ. (યુજીવીસીએલ) સાથે તેની ભાગીદારીને લઈ ઈઈએસએલ સાથે તેના ટેન્ડરના ભાગરૂપે ગાંધીનગર અને અમદાવાદમાં ટિગોર ઈલેક્ટ્રિક વેહિકલ્સ (ઈવી) રોકશે. ટાટા ટિગોર ઈવીની પ્રથમ બેચને આજે સન્માનનીય ઊર્જા મંત્રી શ્રી સૌરભભાઈ પટેલ સાથે ઉત્તર ગુજરાત વીજ કંપની લિ.ના મેનેજિંગ ડાયરેક્ટર મહેશ સિંહ અને આ કંપની તથા ટાટા મોટર્સના આગેવાનોની હાજરીમાં લીલી ઝંડી બતાવવામાં આવી હતી.
આ અસરે બોલતાં ટાટા મોટર્સ લિ.ના ઈલેક્ટ્રિક મોબિલિટી બિઝનેસ અને કોર્પોરેટ સ્ટ્રેટેજીના પ્રેસિડેન્ટ શ્રી શૈલેષ ચંદ્રાએ જણાવ્યું હતું કે ગાંધીનગર અને અમદાવાદમાં શૂન્ય- ઉત્સર્જન વાહનો માટે ઉત્તર ગુજરાત વીજ કંપની લિ. (યુજીવીસીએલ) સાથે ભાગીદારી કરવાની અમને ખુશી છે. ટાટા મોટર્સ ભારત માટે સક્ષમ અને જવાબદાર મોબિલિટી નિવારણો વિકસાવવા હંમેશાં આગેવાન રહી છે અને આ ઓર્ડર ઈવી નિવારણો ગ્રાહકોની નિકટ લાવવાની અમારી વચનબદ્ધતાનો દાખલો છે. અમે દેશમાં ઈલેક્ટ્રિક વાહનો અપનાવવાનું પ્રેરિત કરીને સરકારના ધ્યેય 2030ને ટેકો આપવા માટે વચનબદ્ધ છીએ.
ટાટા મોટર્સ દેશમાં ઈલેક્ટ્રિક મબિલિટી પૂર્વસક્રિય રીતે પ્રેરિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી રહી છે. કંપની ટાટા પાવર, ટાટા કેમિકલ્સ, ટાટા ઓટોકોમ્પ, ટાટા મોટર્સ ફાઈનાન્સ અને ક્રોમા સહિત ટાટા ગ્રુપની અન્ય કંપનીઓ સાથે નિકટતાથી કામ કરીને ઈમોબિલિટી ઈકોસિસ્ટમ ટાટા યુનિઈવર્સ નિર્માણ કરી રહી છે.