જૂનાગઢ પોલીસ દ્વારા શિવરાત્રી મેળા દરમ્યાન પોસ્ટરો લગાડી સલામતી માટે સૂચિત કરવામાં આવ્યા

જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનિંદર પ્રતાપ સિંહ પવાર દ્વારા જૂનાગઢ ખાતે તાજેતરમાં શિવરાત્રી મેળો શરૂ થઈ ગયેલ હોઈ, જે મેળામાં લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો આવનાર હોઈ તેમજ આ મેળામાં મહાનુભાવો હાજર રહેતા હોઈ, તેમાટે આઈ,પી,એસ, એસ, પી, ડી, વાય, એસ, પી, પી એસ, આઈ, એસ, આર, પી, જી,આર, ડી, હોમગાર્ડ, મહિલા પોલીસ આ બધી ફોર્સ હજારોની સંખ્યામાં શિવરાત્રી મેળા દરમ્યાન સુરક્ષા વેવસ્થામાં લગાવવામાં આવી છે.
જૂનાગઢ જિલ્લાના પોલીસ વડા સૌરભસિંઘના જણાવ્યા પ્રમાણે શિવરાત્રિના મેળામાં લાખોની મેદની એકઠી થતી હોય ત્યારે સમાન્ય રીતે આ મેળામાં *ખિસ્સા કાતરૂ ગેંગ તેમજ મોબાઈલ ઉઠાંતરી કરતી ગેંગ દ્વારા ભીડનો લાભ લઈને પાકીટ ચોરી તથા મોબાઈલ ચોરીના ગુનાઓ આચરવામાં આવે છે. જે સામાન્યરીતે લોકોની સાવચેતીના અભાવે બનતા હોય છે. હાલની પરિસ્થિતિને ધ્યાને લઇ, પોસ્ટર લગાવી લોકોની સાવચેતી સલામતી માટે જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે
જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા તથા પ્રોબે. ડીવાયએસપી એમ.ડી.બારીયાના માર્ગદર્શન હેઠળ ભવનાથ પીએસઆઇ પી.એસ.આઇ. પી.વી. ધોકડિયા તેમજ સ્ટાફ દ્વારા મેળામાં આવતા યાત્રાળુઓને પોતાના પાકીટ, મોબાઈલ, સામાન, સંભાળીને રાખવા તથા સાવચેત કરવા માટે, શંકાસ્પદ ચીજ વસ્તુ મળી આવ્યે, પોલીસને જાણ કરવા માટે, ખિસ્સા કાતરું અને મોબાઈલ ચોર ટોળકી થી સાવચેત રહો, વાહનો પાર્કિગમાં જ પાર્ક કરવા, જેવી વિગેરે સુચનાઓ આપતા જુદાજુદા આશરે 100 જેટલા પોસ્ટરો બનાવી, શિવરાત્રિના મેળામાં આવેલ જાહેર રોડ ઉપર, અગત્યના સ્થળો, તમામ ઉતારા, તમામ સ્ટોલ, તમામ આશ્રમ, તમામ જમાડવામાં સ્થળો, એસ.ટી.સ્ટેન્ડ, વિગેરે જગ્યાઓ કે જ્યાં યાત્રાળુઓ સહેલાઈથી વાંચી શકે છે, ત્યાં ત્યાં પોસ્ટરો લગાડી, મેળામાં આવતા લોકોને સાવચેત કરવા વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે.
જેથી મેળામા આવતા યાત્રાળુઓને સતત પોતાના મોબાઈલ પાકીટ, સમાન, વિગેરે ચીજ વસ્તુઓ બાબતે સાવચેત રહેવા સુચનાઓની જાણકારી રહે છે. આ ઉપરાંત *પોતાના બાળકો તેમજ મહિલાઓ, વૃદ્ધો ગુમ ના થાય તે બાબતે પણ સાવચેતી રાખવા પણ આ પોસ્ટરમા સૂચનો* આપવામાં આવેલ હોવાથી લોકો વધુમાં વધુ સાવચેત રહે તે માટે નવતર પ્રયોગ કરી, ખાસ સુવિધા કરવામાં આવેલ છે.
ડી,વાય, એસ, પી, પ્રદિપસિંહ એ જણાવતા મેળામાં આવતા યાત્રાળુઓના સામાનની સુરક્ષા માટે શિવરાત્રિના મેળામાં લાખોની મેદની એકઠી થતી હોય ત્યારે સમાન્ય રીતે આ મેળામાં ખિસ્સા કાતરૂ ગેંગ તેમજ મોબાઈલ ઉઠાંતરી કરતી ગેંગ દ્વારા ભીડનો લાભ લઈને પાકીટ ચોરી તથા મોબાઈલ ચોરીના ગુનાઓ આચરવામાં આવે છે. જે સામાન્યરીતે લોકોની સાવચેતીના અભાવે બનતા બનાવ માટે નવતર પ્રયોગ કરી, સાવચેત રહેવા પોસ્ટર દ્વારા લોકોને સૂચિત કરવામાં આવ્યા છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ
મો.8488990300
મો.7016391330