એબીવીપી થરાદ શાખા દ્વારા થરાદના ધારાસભ્યને આવેદનપત્ર પાઠવ્યું

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ થરાદ દ્વારા વર્તમાન ધારાસભ્યને એન્જિનિયરિંગ કોલેજોમાં ઈન્ટેક 50 ટકા સીટોનો કરવામાં આવેલ ઘટાડા સંદર્ભે આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં એબીવીપી થરાદ શાખા દ્વારા થરાદના વર્તમાન ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુતને આવેદનપત્ર પાઠવી સરકાર દ્વારા નિર્ણય પર પુનઃ વિચારણા કરી નિર્ણય ત્વરિત બદલવા માંગ કરી હતી. જેમાં ગુજરાત પ્રદેશમાંથી યુવાઓથી સંબંધિત મહત્વપૂર્ણ વિષય પર અભાવિપ એ આપનો ધ્યાન કેન્દ્રિત કરી ત્વરિત અને આશા પ્રમાણેના નિર્ણયની અપેક્ષા દાખવી હતી, વધુમાં ગુજરાતભરની 11 કોલેજોની 14 બ્રાંચમાં ડિગ્રી ઇજનેરી કોલેજની 2549 તથા ડિપ્લોમાંની 6837 બેઠકો ઘટાડવામાં આવી છે તથા પૂર્વમાં સરકાર દ્વારા સ્વનિર્ભર કોલેજોને 50 ટકા કોટાની લાણી કરવામાં આવી છે તેમજ આ નિયમથી સ્પષ્ટ ખાનગીકરણને પ્રોત્સાહન પુરુ પાડયું હોવાનું જણાવ્યું હતું.
અત્યારે આદિવાસી વિસ્તારમાં શિક્ષણથી લઇ દરેક ક્ષેત્રમાં મહત્વ અપાયું છે ત્યારે ગોધરા, દાહોદ, વલસાડ, વ્યારા, છોટાઉદેપુર જેવા જનજાતિ જિલ્લાઓની કોલેજોમાં પણ બેઠકો ઘટાડી હોઈ તેમજ EC જેવી બ્રાન્ચમાં ડીગ્રી એન્જિનિયરિંગના 150 જેટલા પ્રાધ્યાપકો માટે કોઈ કામ ન રહેતાં તેમના પગારનો બોજો સરકારના માથે વધતો હોઈ વિધાર્થી પરિષદ થરાદ શાખામાંથી એબીવીપી નગરમંત્રી દેવશીભાઈ ચૌધરી, સહમંત્રી આયુષભાઈ તેમજ વિરજીભાઈ ચૌધરી સહિત તમામ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુતને આવેદનપત્ર પાઠવી સરકાર દ્વારા આ નિર્ણય પર પુનઃ વિચારણા કરી ત્વરિત નિર્ણય બદલવાની માંગ કરી હતી.
રિપોર્ટ : અરવિંદ પુરોહિત, થરાદ