અમરેલી ગજેરા સંકુલની યુ. બી. ભગત સાયન્સ કોલેજની વિદ્યાર્થીનીઓનો ડેરી સાયન્સનો પ્રવાસ

અમરેલી ગજેરા સંકુલની યુ. બી. ભગત સાયન્સ કોલેજની વિદ્યાર્થીનીઓનો ડેરી સાયન્સનો પ્રવાસ
Spread the love

અમરેલી લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શાંતાબેન હરિભાઈ ગજેરા શેક્ષણિક સ્કૂલ યુ બી ભગત સાયન્સ કોલેજ નો અમર ડેરી માં સ્ટડી ટુર યોજાય માધ્યમિક થી માંડી કોલેજો ની તમામ વિદ્યાર્થીની ઓ ને એકદિવસીય શેક્ષણિક પ્રવાસ કરાવીને ગુજરાત ની નામાંકિત સંસ્થા ઓ તથા કંપની ઓ ની મુલાકાત દર વર્ષે યોજાય છે મનસુખભાઇ ધાનાણી અમરેલી જિલ્લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત સંચાલિત શ્રીમતિ શાંતાબેન હરિભાઈ ગજેરા શેક્ષણિક સંકુલની યુ બી ભગત સાયન્સ કોલેજ માં ટી વાય બી એસ સી (ઝુલોજી)ની વિદ્યાર્થીનીઓને એકદિવસીય શેક્ષણિક પ્રવાસ જિલ્લાની ગૌરવ સમી અમર ડેરી અમારી ખાતે યોજાયો હતો.

જ્યાં અમર ડેરી ના એમ ડી સાયન્ટિસ ડો આર એસ પટેલના માર્ગદર્શન હેઠળ મિલ્ક કલેક્શન ક્લિનિગ સ્ટેસ્ટીગ પેકેજીન સપ્લાય પ્રોડક્ટ્સ માર્કેટીંગ એમ તમામ વિભાગો નું નિરીક્ષણ અભ્યાસ કર્યો હતો આ તકે એમ ડી ડો શ્રી આર એસ પટેલ શિક્ષણ નું મહત્વ સમજાવ્યું ડેરી સાયન્સ ઇન્ડસ્ટ્રીઝ નું મહત્વ વિષય પર મનનીય વક્તવ્ય આપીને વિદ્યાર્થીની ઓ ને મંત્રમુગ્ધ કર્યા હતા ડેરી ની મુલાકાત બદલ અમરેલી જિલ્લા દૂધ સંધ સંધ સંચાલિત અમર દાણ પ્રોજેકટ ની મુલાકાત લઈને ગુણવત્તા યુક્ત મિલ્ક પ્રોડક્શન માં સમતોલ પશુ આહાર થી અવગત કર્યા હતા.

ગજેરા સંકુલ ની યુ બી ભગત સાયન્સ કોલેજના આ અમર ડેરીના એકદિવસીય શેક્ષણિક પ્રવાસ બદલ સ્થાપક ડિરેકટર તથા કેન્દ્રીય કૃષિ મંત્રી પરષોત્તમભાઈ રૂપાલા પૂર્વ કૃષિ મંત્રી નાસ્કોબ ના ચેરમેન સહકારી અગ્રણી દિલીપભાઈ સંઘાણી અમર ડેરી ના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા વાયસ ચેરમેન મુકેશભાઈ સંઘાણી એ ખૂબ ખુશી વ્યક્ત કરી હતી શેક્ષણિક પ્રવાસ ને સફળ બનાવવા માટે પ્રિન્સિપાલ ટુર ઇન્ચાર્જ પ્રાધ્યાયપક હિતેશભાઈ ભીમાણી જહેમત ઉઠાવી હતી સફળ શેક્ષણિક પ્રવાસ બદલ સ્થાપક પ્રમુખ અને કેળવણીકાર વસંતભાઈ ગજેરા પ્રમુખ શ્રી મનુભાઈ કાકડીયા ઉપપ્રમુખ પરષોત્તમભાઈ ધામી સેક્ટરી બાબુભાઇ સાકરીયા નિયામક મનસુખભાઇ ધાનાણી કેમ્પસ ડાયરેકટર અને ટ્રસ્ટી ચતુરભાઈ ખૂંટ હોસ્ટેલ ડાયરેકટર વલ્લભભાઈ રામાણી વિગેરે એ આભાર ની લાગણી વ્યક્ત કરી હતી.

રિપોર્ટ : નટવરલાલ ભાતિયા

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!