લાઠી તાલુકા કોંગ્રેસ સમિતિની સર્કિટ હાઉસ ખાતે સંવાદ બેઠક મળી

લાઠી આજ રોજ લાઠી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત લાઠી સર્કિટહાઉસ ખાતે સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખશ્રી અર્જુનભાઈ સોસા સાહેબ ધારાસભ્ય શ્રી વિરજીભાઇ ઠુંમર લાઠી તાલુકા પંચાયત પ્રમુખ શ્રી જનકભાઈ તળાવીયા લાઠી તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ કાછડીયા જિલ્લા પંચાયત સદસ્ય શ્રી ઘનશ્યામભાઈ રાઠોડ લાઠી તાલુકા પંચાયત સદસ્ય શ્રી ઓ લાઠી શહેર કોંગ્રેસ સમિતિ કાર્યકરો તેમજ લાઠી તાલુકાના ગામડા ના કાર્યકરો અને આગેવાનોએ હાજરી આપી હતી સંવાદ કાર્યક્રમને સફળતા અપાવવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માંથી કામીનીબેન તેમજ ઋત્વિકભાઈ જોષીએ પ્રોજેક્ટરમાં કોંગ્રેસ પક્ષે કરેલી કાર્યકુશળતા દ્વારા કાર્યકર્તાઓને કોંગ્રેસ પાર્ટીની કાર્યોની જાણકારી તેમજ ગામડાઓમાં નાનામાં નાના કાર્યકર્તાને જાણકારી મળે એવી માહિતી આપવામાં આવી હતી.
રિપોર્ટ : નટવરલાલ ભાતિયા