થરાદમાં છત્રપતિ શિવાજીની જન્મ જયંતીની ઉજવણી કરાઈ

થરાદમાં છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતીની હર્ષોલ્લાસ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં લોક ડાયરાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ મહાલક્ષ્મી માતાના મંદિરે શિવાજીની જન્મ જયંતી નિમિત્તે લોક ડાયરો યોજાયો હતો, આ કાર્યક્રમ શિવસેના, આરએસએસ, વિશ્વ હિંદુ પરિષદ, મહાકાલ સેના સહિતના હિંદુ ધર્મ અને સમગ્ર જનતા દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, તેમજ કાર્યક્રમ શેણલ મિત્ર મંડળ દ્વારા સફળ આયોજન કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમમાં થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુત, ચારડાના સંત રામલખનદાસ બાપું, નગર પાલિકાના સભ્ય રમેશભાઈ રાજપુત, થરાદ શહેર ભાજપ મહામંત્રી પ્રકાશભાઈ સોની, આરએસએસના દશરથભાઈ ઠક્કર, કાશીરામભાઈ પુરોહિત સહિત વિવિધ સંગઠનોના આગેવાનો તેમજ ધર્મપ્રેમી જનતા બહોળી ઉપસ્થિત રહી કાર્યક્રમની ઉજવણી કરી હતી.
રિપોર્ટ : અરવિંદ પુરોહિત, થરાદ