ધ્રુફણીયા વાત્સલ્ય મૂર્તિ વડીલો માટે કાયમી સાત્વિક ભોજન વ્યવસ્થા “ઘરનું ઘર”નો પ્રારંભ

ધ્રુફણીયા વાત્સલ્ય મૂર્તિ વડીલો માટે કાયમી સાત્વિક ભોજન વ્યવસ્થા “ઘરનું ઘર”નો પ્રારંભ
Spread the love

દામનગર ના ધ્રુફણીયા ખાતે વડીલો માટે કાયમી સાત્વિક ભોજન ઘર નું ઘર નો વૈદરાજ વજુદાદા ભટ્ટ ના વરદહસ્તે પ્રારંભ સુરત રહેતા યુવાનો દ્વારા સંચાલિત ઘરનું ઘરમાં ધ્રુફણીયા ગામે ગામના નિરામય આરોગ્ય ને ખેવના કરતા વડીલ વજુદાદા વૈદના હસ્તે ભવ્ય પ્રારંભ કરાયો હતો ધ્રુફણીયા ખાતે રહેતા વાત્સલ્ય મૂર્તિ વડીલોને કાયમી સાત્વિક ભોજન મળી રહે તે માટે ધ્રુફણીયાના સુરત રહેતા યુવાનોનું સંકલન ગામ માટે કંઈક સારું કરવાની ઉમદા ભાવના એ વિચાર આવ્યો અને સારા વિચારને તુરત ક્રિયાશીલ બનાવવા ગામે રહેતા તુલસીભાઈ અને શભૂભાઈ સહિત અનેકો સેવારત ગ્રામજનોની તત્પરતા એ અમલ શરૂ કર્યો માદરે વતન માટે સમર્પિત યુવાનો દ્વારા ધ્રુફણીયા ગામે વડીલો કાયમી સાત્વિક ભાવતા ભોજન મેળવી શકે તે માટે ઘરનું ઘરનો ભવ્ય પ્રારંભ કરાયો હતો “નથી ખબર શી આફત ખડી છે ખબર માત્ર એટલી જ છે વતન થી હાકલ પડી છે” માદરે વતન ની ચિતા કરતા યુવાનો એ વાત્સલ્ય મૂર્તિ વડીલો ને સાત્વિક રસોઈ વ્યવસ્થા થી વડીલોનું ભવિષ્ય સુનિશ્ચિત કરી સુંદર સુવિધા ઉભી કરી છે.

રિપોર્ટ : નટવરલાલ ભાતિયા

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!