મોરબી વીસી ફાટક ટ્રાફિક જમાદાર અને ટી.આર.બી જવાનોને સન્માનિત કરાયા

- મોજીલા સવભાવ સાથે માનવતા મહેકાવતા જમાદાર અને ટ્રાફિક બ્રિગેડના જવાનો ને રેકડી ગલ્લાના વેપારીઓએ ફૂલહારથી જાહેરમાં સન્માન કર્યુ હતુ
મોરબી શહેરના વીસી ફાટક ટ્રાફિક પોઈન્ટ પર જ્યાં સતત રાત-દિવસ વાહનોની અવરજવર રહે છે તેવા ભરચક વિસ્તારમા ફરજ બજાવતા એ ડિવિઝન પોલીસ મથકના ટ્રાફિક જમાદાર માવજીભાઈ સુખાભાઈ ચાવડા અને ટ્રાફિક બ્રિગેડના ખુશ્બુબેન રાઠોડ અને રવીભાઈ વણોલનુ વેપારીઓએ બહુ માન સાથે ફુલહારથી સન્માન કર્યું હતુ.
મોરબીના વીસીપરા વિસ્તારમા આવેલ ગર્લ્સ હાઇસ્કૂલ અને વીસી હાઇસ્કુલ સરકારી પ્રાથમિક શાળા સહિત બેંક અને રેલવે સ્ટેશન નજીક થતું હોવાથી રાહદારીઓ અને વાહનચાલકોને સતત અવર-જવર રહેતી હોય તેવા સમયે ટ્રાફિકના ફરજ નિષ્ઠ પોલિસ કર્મચારીએ માનવતા મહેકાવતા હોય જેની સારી કામગીરી ને બિરદાવવા માટે મોરબીના લોકો સતત આગળ રહ્યા છે જેનો જાગતો દાખલો એવો છે કે મોરબી શહેરના વિસીફાટક ટ્રાફિક પોઈન્ટ પર ટ્રાફિક જમાદાર અને ટી.આર.બી જવાનો દ્વારા સતત ટ્રાફિક હળવો કરવાની સાથે સાથે સ્કુલના ભુલકાઓને અને વૃધ્ધ વિકલાંગોને રોડ ક્રોસ કરાવવાની સેવાઓ આપી માનવતા મહેકાવે છે.
આવી સારી કામગીરી કરતાં હોય તેવાં સમયે સ્થાનિક લારી ગલ્લા રિક્ષાવાળા સહિતના લોકો દ્વારા ટ્રાફિક પોલીસ જમાદાર અને જીઆરડી જવાનોનુ ફુલહાર થી સન્માન કર્યુ હતુ ટ્રાફિક પોલીસ જમાદારની વાત કરવામાં આવે તો માવજીભાઈ સુખાભાઈ ચાવડા અગાઉ કચ્છ ભુજ ખાતે પાંચેક વર્ષ પોલીસમા ફરજ નિભાવી ચુક્યા છે અને માળિયા મિંયાણામા ત્રણ વર્ષ સહિત 2012થી મોરબી જિલ્લામાં ફરજ બજાવે છે જેમાં હાલે મોરબી ટ્રાફિક પોલીસ મા ફરજ બજાવી રહ્યા છે હાલ શહેરના વીસીફાટક ટ્રાફિક પોઈન્ટ પર ફરજ બજાવી રહ્યા છે જ્યાં તેના ટ્રાફિક ફરજ અને સેવાકીય કાર્યથી ખરા પ્રજાના રક્ષક તરીકેની ઓળખ આપતા હોય તે રીતે ફરજ દરમિયાન માનવતા મહેકાવી પ્રજાલક્ષી સેવાકીય કામગીરી કરી પ્રજાના હૃદયમાં વસી જતા લોકોએ તેને જાહેરમાં ફુલહારથી સન્માનિત કરાયા હતા
રીપોર્ટ : જનક રાજા, મોરબી