પોલીસ ઉપર છરી વડે થયેલ જીવલેણ હુમલાના બનાવમાં આરોપી વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરતી બગસરા પોલીસ

તા.૨૩/૦૨/૨૦૧૯ ના રોજ બગસરા પોલીસ સ્ટેશનમાં જયરાજભાઇ ધાધલ, રહે.બગસરા વાળાએ ફોન કરેલ કે, પોતાના બનેવી હરેશભાઇ અનકભાઇ વાળા, રહે.બાબરા વાળા અહીં બગસરા અમરાપરા વિસ્તારમાં પોતાના ઘરે આવીને માથાકુટ કરે છે તેવો ફોન આવતા બગસરા પો.સ્ટે.ના પોલીસ સ્ટેશન ઓફિસર રણજીતભાઇ વાઘેલાએ આ ફોન અંગે સ્થળ ઉપર જઇ ખરાઇ કરી, જરૂરી કાર્યવાહી કરવા બગસરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ. મધુભાઇ નથુભાઇ પોપટને વર્ધી આપેલ.
જે વર્ધી આધારે હેડ કોન્સ. મધુભાઇ નથુભાઇ પોપટ તથા હેડ કોન્સ. માયાભાઇ રામભાઇ ભાદરકા તથા પોલીસ કોન્સ. રાહુલભાઇ કાળુભાઇ પરમાર એમ ત્રણેય બગસરા ટાઉનમાં આવેલ અમરાપરા વિસ્તારમાં ફોનમાં જણાવેલ સ્થળે તપાસ માટે જતાં ફોન કરનાર જયરાજભાઇ ધાધલ તથા તેમના પરિવારના માણસો ઘરની બહાર ઉભા હોય, અને હરેશભાઇ અનકભાઇ વાળા ઘરની અંદર હોય, જેથી ઘરનો દરવાજો ખોલી પોલીસ અંદર જતાં અને ઘરમાં હાજર રહેલ ઇસમનું નામ-ઠામ અને અહીં માથાકુટ કરવા પાછળનું કારણ પુછતાં ત્યાં હાજર રહેલ ઇસમ હરેશ અનકભાઇ વાળા, રહે.બાબરા વાળો એકદમ ઉશ્કેરાઇ ગયેલ પોલીસને ગાળો દેવા લાગેલ અને પોલીસે તેને ગાળો બોલવાની ના પાડતા આ હરેશ અનકભાઇ વાળાએ પોતાના પેન્ટના નેફામાંથી છરી કાઢી, હેડ કોન્સ. મધુભાઇ નથુભાઇ પોપટને માથામાં છરીના બે ઘા મારી દીધેલ તેમજ સાથળના ભાગે છરી વડે ઇજા કરેલ.
આ દરમ્યાનમાં હેડ કોન્સ. માયાભાઇ રામભાઇ ભાદરકા તથા પોલીસ કોન્સ. રાહુલભાઇ કાળુભાઇ પરમાર હેડ કોન્સ. મધુભાઇને બચાવવા વચ્ચે પડતાં તેમને પણ છરી વડે ઇજા કરેલ હોય, ઇજા પામનાર પોલીસ કર્મચારીઓને તાત્કાલીક બગસરા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવારમાં ખસેડવામાં આવેલ.
અમરેલી પોલીસ ઉપર થયેલ ખુની હુમલાના બનાવ અનુસંધાને અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્ત રાય સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ બગસરા પો.સ્ટે. ના પો.સબ ઇન્સ. શ્રી.એમ.બી.રાણા નાઓએ હેડ કોન્સ. મધુભાઇ નથુભાઇ પોપટની ફરિયાદ પરથી હરેશ અનકભાઇ વાળા, રહે.બાબરા, અમરાપરા વાળા વિરૂધ્ધ પોલીસની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી, જાનથી મારી નાંખવાની કોશીશ, સરકારી કર્મચારી ઉપર છરી વડે હુમલો કરી, જીવલેણ ઇજાઓ કરવા બદલ બગસરા પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૯૨૦૦૧૩૨, ઇ.પી.કો. કલમ ૩૦૭, ૩૫૩, ૩૩ર, ૩૩૩, ૫૦૪, ૧૮૬, જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબનો ગુન્હો રજી. કરી, આરોપીને હસ્તગત કરી, તેના વિરૂધ્ધ આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી
હરેશ અનકભાઇ વાળા, ઉં.વ.૪૦, રહે.બાબરા, અમરાપરા. જી.અમરેલી.
આરોપીનો ગુનાહિત ઇતિહાસ
આ ગુન્હાના આરોપી હરેશ અનકભાઇ વાળા, રહે.બાબરા, વાળા વિરૂધ્ધમાં અગાઉ બાબરા પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૫૫/૨૦૧૫, ઇ.પી.કો. કલમ ૩૦૭ વિ. મુજબનો ગુન્હો નોંધાયેલ છે.
અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્ત રાય સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ બગસરા પો.સ્ટે. ના પો.સબ ઇન્સ. શ્રી.એમ.બી.રાણા નાઓએ આ ગુન્હાની આગળની તપાસ તજવીજ હાથ ધરેલ છે.
રિપોર્ટ : જય આગ્રાવત (અમરેલી)