સામાજીક એકતા જાગૃતિ મિશન દ્વારા કોડીનાર મુકામે જનસંપર્ક કાર્યાલયનું ઉદ્ધાટન

સામાજીક એકતા જાગૃતિ મિશન દ્વારા કોડીનાર મુકામે જનસંપર્ક કાર્યાલયનું ઉદ્ધાટન
Spread the love

ગીર સોમનાથ જીલ્લા ના સર્વ સમાજના યુવાનો દ્વારા કોડીનાર મુકામે જનસંપર્ક કાર્યાલય નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું તેમજ કાર્યકર્તા સ્નેહ મિલન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સામાજીક એકતા જાગૃતિ મિશન ના રાષ્ટ્રીય સંયોજક શ્રી કેવલસિંહ રાઠોડ સાહેબ, પ્રદેશ પ્રભારી શ્રી ચિરાગ પરીખ, કાર્યકારી અધ્યક્ષ શ્રી ભીમજી બેડવા, ગીર સોમનાથ જીલ્લા ના પ્રભારી શ્રી ઈમરાન મુગલ, ગીર સોમનાથ જીલ્લા ના અધ્યક્ષ શ્રી કરશન રાઠોડ, મહાસચિવ શ્રી ઈમરાન માજોઠી, સચિવ શ્રી ફારુક રફાઈ, સચિવ શ્રી ધર્મેશ જેઠવા, શ્રી ચંદ્રકાંત પરમાર, શ્રી હરેશ ચૌહાણ, શ્રી મુકેશ ચૌહાણ, શ્રી હેતુલ પરમાર, શ્રી સતિષ રાઠોડ, શ્રી ચિરાગ સોલંકી, શ્રી રમેશ મેર, શ્રી હાજા રાઠોડ, શ્રી રાજેશ સોલંકી સહિત ના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

કોડીનાર મુકામે આયોજીત વિશાળ મહાસંમેલન માં ગુજરાત ના ગામડે ગામડે થી સર્વ સમાજના અસંખ્ય ભાઈઓ અને બહેનો હાજર રહ્યા હતા, આ કાર્યક્રમ માં ગીર સોમનાથ જીલ્લા ના તમામ આર્મી જવાનો, નિવૃત્ત અધિકારીઓ, સામાજીક આગેવાનો અને પદાધિકારીઓ તેમજ તમામ સરપંચો નું શિલ્ડ અને શાલ ઓઢાડી જાહેર સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માં અનુસુચિત જાતિ કલ્યાણ વિભાગ ના નાયબ નિયામક કુ.આનંદ ખાચર, પુર્વ સંસદીય સચિવ શ્રી જેઠાભાઈ સોલંકી, જીલ્લા પંચાયત ના પુર્વ અધ્યક્ષ શ્રી વિજાણંદ રાઠોડ, જીલ્લા પંચાયત ના પુર્વ અધ્યક્ષા શ્રીમતી મણીબેન રાઠોડ, સામાજીક ન્યાય સમિતિ ના ચેરપર્સન કુ.કિરણ સોસા, તાલુકા પંચાયત ના પુર્વ અધ્યક્ષ શ્રી હરી ભેડા, પુર્વ ન્યાયાધીશ શ્રી ડી.કે. દામોદ્રા, કવિ શ્રી બાલઉદય વાધેલા, ઉધોગપતિ શ્રી અતુલ વાધેલા, એડવોકેટ સલીમ શેલત, પ્રોફેસર શ્રી ગોરધન રાઠોડ, પ્રાથમિક શિક્ષણ બંધ ના અધ્યક્ષ શ્રી ડી.ડી.મકવાણા, શ્રી કુંભાભાઈ ચૌહાણ, શ્રીમતી પારુલબેન સોલંકી, શ્રીમતી સવિતાબેન વાધેલા સહિત ના સર્વ સમાજ ના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ ની શરૂઆત માં સૌપ્રથમ સામાજીક એકતા જાગૃતિ મિશન ના કાર્યાલય નું ઉદ્ધાટન યુવા નેતા શ્રી કેવલસિંહ રાઠોડ સાહેબ ના વરદહસ્તે કરવામાં આવ્યું હતું. આ સમારોહ માં વક્તાઓ દ્વારા શિક્ષણ, રોજગારી, કાયદો જેવા વિષયો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સર્વ સમાજ ના લોકો ને ભાઈચારો કેળવવા બાબતે તથા ઉપસ્થિત તમામ ભાઈઓ અને બહેનો ને અંધશ્રદ્ધા, રૂઢિ રિવાજ અને વ્યસનો થી મુક્ત થવા માટે પણ આહવાન કરવામાં આવ્યું હતું. સામાજીક એકતા જાગૃતિ મિશન ના રાષ્ટ્રીય સંયોજક શ્રી કેવલસિંહ રાઠોડ દ્વારા આગામી સમય માં ગુજરાત ના તમામ શહેરો માં જનસંપર્ક કાર્યાલય ખોલવા બાબતે જાહેરાત કરવામાં આવી હતી. સર્વ સમાજના લોકો દ્વારા કોડીનાર મુકામે યોજાયેલ કાર્યાલય ઉદ્ધાટન અને જીલ્લા કક્ષા ના મહાસંમેલન ને સફળ બનાવવા માટે સંગઠન ના જીલ્લા મહાસચિવ શ્રી રાજેશ સોલંકી ના નેતૃત્વ માં સર્વ સમાજ ના અસંખ્ય યુવાનોએ જહેમત ઉઠાવી હતી..!!


રિપોર્ટ :- તુલસી.બોધુ, બ.કાં

(લોકાર્પણ દૈનિક)

Admin

Admin

9909969099
Right Click Disabled!